- કલેકટર ડી ડી જાડેજાની સૂચના હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ
- માર્ગ અને મકાન વિભાગ,ફોરેસ્ટ વિભાગ, મામલતદાર અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે દબાણો દુર કરાયા
- વેરાવળ તાલાલા રાજ્ય ધોરીમાર્ગ ઉપર અંદાજીત 7700 ચો.ફુટના અનઅધિકૃત ધાર્મિક દબાણો દૂર કરાયા
ગીર સોમનાથ,ન્યૂઝ: જિલ્લામાં મુખ્ય ટુરિસ્ટ સર્કિટ તરીકે ઓળખાતા વેરાવળ તાલાલા રાજ્ય ધોરી માર્ગ જિલ્લા સેવા સદન પાસે ઈનાજ પાટીયા પાસે આવેલા ધાર્મિક દબાણના લીધે રાજ્યધોરી માર્ગ પર રોડ સેફટીની દ્રષ્ટિએ બ્લાઈન્ડ સ્પોટ જનરેટ થતા હતા. જેના લીધે વાહનનો અકસ્માત થવાની ભીતિ સર્જાતી હતી. જેથી જિલ્લા કલેકટર ડી ડી જાડેજાની સૂચના હેઠળ માર્ગ અને મકાન વિભાગ,ફોરેસ્ટ વિભાગ, મામલતદાર અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા સેવા સદન પાસે અને ઈણાજ પાટીયા પાસે તેમજ તાલાલા વેરાવળ રોડ પર આવેલા અનઅધિકૃત દબાણો દૂર કરવામા આવ્યા હતા.
અંદાજીત 7700 ચો.ફુટ જગ્યામાં આવેલા ધાર્મિક દબાણ દૂર કરાયા
જેમા આજ રોજ મામાદેવ મંદિર જિલ્લા સેવા સદન પાસે અંદાજીત 1500 ચો.ફુટ,ઈણાજ પાટીયા પાસે રામેશ્વર મહાદેવ મંદિરની કમ્પાઉન્ડ વોલ અને હનુમાન ડેરી મંદિરની અંદાજીત 2200 ચો.ફુટની જગ્યા,ઈણાજ પાટીયા અને સવની પાટીયા ની વચ્ચે ખોડીયાર માતા મઢ અને મામાદેવનું મંદિર અંદાજીત 4000 ચો.ફુટ,એમ વેરાવળ તાલાલા રાજ્ય ધોરીમાર્ગ ઉપર કુલ ત્રણ જગ્યાએ ટોટલ અંદાજીત 7700 ચો.ફુટ જગ્યામાં આવેલા ધાર્મિક દબાણ રોડ ઉપરથી દૂર કરવામાં આવ્યા હતા.
અતુલ કોટેચા