દર્દીને તપાસવાના ટેબલ પર જ તબીબો અને સ્ટાફ આરામ કરવા મજબુર
છેલ્લા ઘણા સમયથી કોરોના પોઝિટિવ ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે દેશમા એવું કોઈ રાજ્ય નહીં હોય કે જ્યાં કોરોના ના કેસો નહિ હોય વિશ્વ તેમજ ભારત દેશની પણ આ જ હાલત છે દરરોજ અવનવા આંકડાઓ સાથે કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યા છે ભારત દેશમાં કોરોના ના આંકડા ઓ સાથે વધુને વધુ કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યા છે ભારત દેશમાં કોરોના ના આંકડાઓ સેંકડો એ પહોંચ્યા છે હજારો લોકોના કોરોના એ ભોગ લીધા છે પહેલી લહેર બાદ કોરોના ની બીજી લહેર આવી છે તેણે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે અને હજારો દર્દીઓ હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પણ જગ્યા નથી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરતા તબીબો અને મેડિકલ સ્ટાફ ની હાલત પણ ખરાબ છે રજાઓ તો ઠીક પરંતુ પૂરતો આરામ પણ મળતો નથી અને કલાક બે કલાક આરામ મળી જાય તો ભગવાનનો આભાર માનો એવી હાલત છે
તબીબોની અને મેડિકલ સ્ટાફ ની સામાન્ય લોકોને એવું મનમાં હોય છે કે હોસ્પિટલોમાં તબીબોને અને સ્ટાફને જલસા છે…….!!!! પણ પરિસ્થિતિ જુદી જ છે દર્દીની સારવાર દરમિયાન થોડો પણ સમય મળે તો મશીનની જેમ દોડતું મગજ અને શરીર આરામ મળી શકે તે માટે જ્યાં જગ્યા મળે ત્યાં ટેબલ ખુરશી બેન્ચ કે દર્દીને તપાસવાના ટેબલ પર તબીબો અને સ્ટાફ આરામ કરવા મજબૂર છે ઉપર બતાવેલ તસવીર કોઈ જગ્યા નહીં પણ ઉનાની એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટર અને સ્ટાફની છે