ગામની વસતીની સરખામણીએ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ગુજરાતમાં સૌથી વધુ છતા શિક્ષકો ઘટે છે.

ગીર સોમનાથ જિલ્લાના છેવાડે અને અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાની સરહદે આવેલું ઉના તાલુકાનું સૈયદ રાજપરા ગામ, જ્યાં સરકારના રેકર્ડ મુજબ ૧૨ હજારની વસ્તી છે. આ ગામ દરિયા કિનારા નજીક આવેલું હોઈ જેથી સમગ્ર ગામ મુખ્યત્વે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલું છે. માછીમારીના વ્યવસાયનાં કારણે અહીં આસપાસ ના ગામડાઓના અને તાલુકાઓના લોકો માઈગ્રેટ થઈને વેપાર કરવા માટે આ ગામમાં સ્થાયી થાય છે. જેને લઈ ને જોઈએ તો આ ગામની વાસ્તવિક જનસંખ્યા ૨૦ થી ૨૨ હજાર જેવી થાય છે..

IMG 20180422 WA0189

ગામના અગ્રણીના કહેવા મુજબ આ ગામની પ્રાથમિક શાળા માં થોડા સમય પહેલા ૧૮૦૦ થી ૨૦૦૦ વિદ્યાર્થીઓ ની સંખ્યા હતી જે હાલ ઘટી ગઈ છે. જોકે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા પાછળ નું કારણ પણ કાંઈક અલગ જ છે.

IMG 20180422 WA0187 1

સૈયદ રાજપરા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. તો સામે આવ્યું કે આ ગામની પ્રાથમિક શાળામાં ૩૫ શિક્ષકોનો સેટઅપ છે. અને હાલ માત્ર ૧૬ જ શિક્ષક અહીં કાયમી ફરજ બજાવે છે.

IMG 20180422 WA0183 1

રિયાલિટી ચેક કરતા ધ્યાને આવ્યું કે ગામના બાળકોના ભવિષ્ય સામે તંત્રની અને શિક્ષણ વિભાગની કુંભકર્ણ નીતિ રીતિ  ને કારણે વિધાર્થીઓનું ભવિષ્ય અંધકાર મય બનતું જાય છે. આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો ની સંખ્યા હાલ ૧૩૦૦ની આસપાસ છે જે ગુજરાતમાં વિદ્યાર્થીઓની સંખ્યાની દ્રષ્ટિ એ સૌથી મોટી પ્રાથમિક શાળા ગણાય.આ શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકોની સંખ્યા છે માત્ર ૧૬,એટલે કે ૭૦ ટકા શિક્ષકોની ઘટ. જેમાં પણ શાળાના આચાર્ય અને એક અંધ શિક્ષકને બાદ કરતાં ૧૪ જ શિક્ષકો આ શાળામાં ૧૩૦૦જેટલા વિદ્યાર્થીઓ ને હાલ ભણાવે છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું આવી રીતે ભણશે ગુજરાત!!! તો આ ગામના એસએમસી ના સભ્ય પોતે પણ આ વાત સ્વીકારી કે તેઓના ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો ની ઘટ છે. અને અવારનવાર સરકાર તેમજ તંત્ર માં રજુઆત કરવા છતાં આ ગામના બાળકોના ભવિષ્યની વાત ઘોર નિંદ્રામાં સુતા તંત્ર ના બહેરા કાને પહોંચતી નથી.જો આગામી સત્ર સુધી આ પ્રાથમિક શાળા માં શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે તો શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન તાળા બંધી કરશું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.