અફધાનીસ્તાનમાં શાંતિ અને પ્રજાની સુખાકારી ક્યારે આવશે તે તો ખબર નથી પરતું નિર્દોષનો ભોગ ન લેવાય તો પણ સારું
અફઘાનિસ્તાનમાં યુનાઈટેડ નેશન્સ આસિસ્ટન્સ મિશન (UNAMA) ના અહેવાલ મુજબ, કુંડુઝ પ્રાંતના સૈન્ય દળ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 36 લોકો માર્યા ગયા હતા અને 71 અન્ય લોકો ઘાયલ થયા હતા. 2 એપ્રિલના રોજ કુંડુઝ પ્રાંતના દશટ-એ-આર્કી જિલ્લામાં આ હુમલાઓ થયા હતા. અહેવાલમાં જણાવાયું છે કે મૃતકોમાંથી 30 અને ઘાયલ થયેલા 51 બાળકો હતા, ટોલોના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
અહેવાલમાં જણાવ્યું હતું કે “આ રિપોર્ટની ચાવીરૂપ કડી એ છે કે સરકાર, આ વિસ્તારમાં હાજર રહેલા મુખ્ય ઉચ્ચ તાલિબાન નેતાઓ અને ધાર્મિક સંમેલન પર રોકેટ અને ભારે મશીન ગન નો હુમલો અને ઉપયોગ કર્યો છે, નાગરિકોની હત્યા તથા ઘાયલ કરાયા, જે માંથી મોટા ભાગના બાળકો હતા, અને તાલિબાની નાગરિકો માર્યા ગયા છે. ”
યુએનએએમએ (UNAMA), નાગરિક અને તાલિબાનની જાનહાનિની ચોક્કસ સંખ્યાની ખાતરી કરવામાં આવી નથી. અત્યાર સુધીમાં, તાલિબાનના 50 સભ્યો માર્યા ગયા અને 150થી વધુ ઘાયલ થયા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com