અંતે હૈદરાબાદનો સન”રાઈઝ” થયો!!!

આઇપીએલ નું નામ પાડતજ ક્રિકેટ રસિકોમાં અલગજ જોશ જોવા મળે છે. આઇપીએલની ૧૩મી સિરીઝ દુબઇમાં રમાઈ રહી છે. સિરીઝની ૧૧મી મેચ હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે રમાઈ હતી. જેમાં હૈદરાબાદે દિલ્હીને ૧૫ રાનથી હરાવ્યું હતું. હૈદરાબાદની આ સિઝનની પ્રથમ જીત થઈ છે. જોકે હૈદરાબાદ ની શરૂઆતની ઓવરો ખાસ સારી રહી નહોતી બાદમાં છેલ્લી ઓવરોમાં મેચમાં કમબેક કર્યું હતું. હૈદરાબાદે દિલ્હીને ૧૫ રાનથી હરાવી સન “રાઈઝ” કરતા સિઝનની પ્રથમ મેચ જીતી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદએ મંગળવારે ૧૩ મી આઈપીએલમાં પોતાનું ખાતું ખોલવા માટે દિલ્હી કેપિટલ ને  ૧૫ રનથી પરાજય આપ્યો હતો.  બેટિંગ કરવા આવેલા  બેરસ્ટો એ તેની ટૂર્નામેન્ટનો બીજો અર્ધસત્તા ફટકાર્યો હતો. જ્યારે ડેવિડ વોરનર એ ૩૩ દડા માં ૪૫ રન બનાવ્યા હતા. કેન વિલિયામસનએ ૨૬ દડામાં ૪૧ રન બનાવ્યા હતા. બંનેએ મૂલ્યવાન યોગદાન આપીને સનરાઇઝર્સ હૈદરાબાદને  સ્પર્ધામાં ૧૬૨ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. જ્યારે રાશિદ એ ૧૪- ૩નું યોગ દાન આપ્યું હતું. સાથે સાથે ભુવનેશ્વર કુમાર ૨૫ રન આપીને ૨ વિકેટ લીધી હતી. દિલ્હીએ રન ચેઝ કરવામાં પાછળ રહી ગયું હતું. દિલ્હીએ ૨૦ ઓવરમાં ૧૪૭ રન ૭ વિકેટ ગુમાવીને બનાવી શકયા હતા.

દિલ્હી કેપિટલના પૃથ્વી શૌએ ફક્ત ૨ રન બનાવ્યા હતા. જ્યારે શિખર ધવને ૩૧ બોલમાં ૩૪ રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયરે ૧૭ રન બનાવ્યા હતા. દિલ્હીએ પહેલી ૬ ઓવરમાં ૩૪ રન બનવી શક્યું હતું. સનરાઈઝ હૈદરાબાદના  ડેવિડ વોર્નર અને જોની બેરસ્ટો એ પ્રથમ વિકેટ માટે ૭૭ રન કરીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. તેમના સિવાય કેન વિલિયમ્સને ૨૬ બોલમાં ૪૧ રનનું યોગદાન આપ્યું. દિલ્હી માટે અમિત મિશ્રા અને કગીસો રબાડાએ ૨-૨ વિકેટ લીધી.

જોની બેરસ્ટો IPLમાં પોતાની ચોથી ફિફટી મારીને આઉટ થયો હતો. તેણે ૪૮ બોલમાં ૨ ફોર અને ૧ સિક્સની મદદથી ૫૩ રન કર્યા હતા. તે રબાડાની બોલિંગમાં મિડ-ઑફ પર નોર્ટજેના હાથે કેચ આઉટ થયો હતો. પોતાની ડેબ્યુ મેચમાં અબ્દુલ સમદે ૭ બોલમાં ૧ ફોર અને ૧ સિક્સની મદદથી અણનમ ૧૨ રન કર્યા. ડેવિડ વોર્નર અને જોની બેરસ્ટોની જોડીએ ટીમને શાનદાર શરૂઆત અપાવતાં ૯.૩ ઓવરમાં ૧ વિકેટે ૭૭ રન કર્યા હતા. વોર્નરે ૩૩ બોલમાં ૩ ફોર અને ૨ સિક્સની મદદથી ૪૫ રન કર્યા હતા. વોર્નરના આઉટ થયા પછી મનીષ પાંડે પણ ૩ રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થયો હતો. તે મિશ્રાની બોલિંગમાં ડીપ મિડ-વિકેટ પર રબાડાના હાથે કેચ આઉટ થયો હતો.

૧૮ વર્ષીય અબ્દુલ સમદ IPL રમનાર જમ્મુ-કાશ્મીરનો ચોથો ક્રિકેટર છે. આ સીઝનમાં તે એકમાત્ર ક્રિકેટર છે જે જમ્મુ-કાશ્મીરનો છે. હૈદરાબાદે તેને ૨૦ લાખ રૂપિયાની  પ્રાઈઝમાં ખરીદ્યો છે. ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરના બે ખેલાડી મંજૂર ડારે કિંગ્સ ઇલેવન પંજાબ અને રસિક સલામ ડારે મુંબઈ ઇન્ડિયન્સ વતી રમીને લીગમાં ડેબ્યુ કર્યું હતું. પરવેઝ રસૂલ આઇપીએલ રમનારો જમ્મુ કાશ્મીરનો પહેલો ખેલાડી હતો. તે પુણે વોરિયર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.