ખેડ બ્રહ્મા સાબરકાંઠામાં યોજાયેલા ૫૧માં યુવા ઉત્સવમાં મેળવી સિધ્ધિ
રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તથા રમત -ગમત અધિકારી સાબરકાંઠા ના સમન્વય થી ખેડબ્રહ્મા કેળવણી મંડળ સંચાલિત કેશવજી ઠાકરશી હાઈસ્કૂલ-ખેડબ્રહ્મા ના રંગમંચ પર તાજેતરમાં ગુજરાત રાજય સ્તરિય યુવા ઉત્સવ ૨૦૧૮ હર્ષોલ્લાસ પૂર્ણ સમ્પન્ન થયો હતો.
આ સ્પર્ધા અન્તર્ગત સાહિત્ય -કલા -સંગીત ની વિભિન્ન સ્પર્ધાઓ યોજાઈ જેમા સમગ્ર ગુજરાત ના ધુરંધર અને મંજાયેલ કલાકારો એ આ સ્પર્ધાઓ મા ભાગ લીધો હતો. જેમા ઉના ના યુવા ગિટાર વાદક માસ્ટર ક્રિષ્નન કમલેશભાઈ મહેતા રાજ્ય સ્તરિય ગિટાર વાદન ખુલ્લા વિભાગ ની ગિટાર વાદન ની સ્પર્ધામા સમગ્ર ગુજરાત મા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
માસ્ટર ક્રિષ્નન મહેતા શ્રી સ્વામિનારાયણ કોલેજ ઉના મા પ્રથમ વર્ષ સ્નાતક મા અભ્યાસ કરે છે. તેમજ સંગીત નો શાસ્ત્રીય અભ્યાસ ભારતીય શાસ્ત્રીય સંગીત સંસ્થાન- ઉના કલાગુરૂ શ્રી કમલેશભાઈ મહેતા પાસે લઈ રહ્યા છે.
૫૧ મા યુવા ઉત્સવ ની ૩૩ સ્પર્ધાઓ મા ના ગીર સોમનાથ જિલ્લા ના આ એકમાત્ર યુવા કલાકાર છે જેમણે સમગ્ર ગુજરાત રાજ્ય મા ગિટાર વાદન મા વિજય પ્રાપ્ત કર્યો નાનેરા ગામમાં મોટેરી સિદ્ધિ મેળવનાર માસ્ટર ક્રિષ્નન મહેતા ના આ જ્વલંત વિજય થી સમસ્ત બ્રહ્મ સમાજ-ઉના સ્વામી નારાયણ કોલેજ પરિવાર -ઉના સંગીત પરિવાર-ઉના તથા સંગીત ચાહકભાવક વર્ગ રૂબરૂ -ફોન- મોબાઈલ થી શુભેચ્છા પાઠવી રહ્યા છે આ કલાકારે ઉના તેમજ ગીર સોમનાથ નુ નામ દિપાવ્યુ છે – ઉજાળ્યુ છે.ગૌરાન્વિત કર્યુછે.