ઊના શહેરમા વડલા ચોક સામે આવેલ પટેલ વાડી વિસ્તારમાં મા આવેલ મકાન મા રહેતા મુસ્લિમ પરિવારની મહિલા રજીયાબેન સબીરશા શામદાર સવારે ઘરે લોકો માટે ચા બનાવવા ગેસ ચાલુ કરતા અચાનક ભડકો થતાં સિલિન્ડર ફાટતાં આગ લાગી હતી. જોરદાર અવાજ આવતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા અને આગને બુઝાવી હતી

આ આગ મા રજીયાબેન શબીર શા, શબીરશા શામદાર, હનીફાબેન શામદાર, સબિરા રહેમાન રે. તમામ ઊના ગંભીર રીતે દાઝેલા હોય પ્રથમ ઊના હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ મા ખસેડેલ છે. આમાં માતા અને પુત્ર મોઢા, હાથ, પગ માં ગંભીર રીતે દાઝી ગયેલ હોય સ્થિતિ ડોકટર ગંભીર જણાવી હતી. ગેસ સિલિન્ડર મા બ્લાસ્ટ કેવીરીતે થયો તેની તપાસ ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.