પોલીસે બે બાળ કિશોર સહિત ત્રણની ધરપકડ કરી કુલ રૂ.1.66 લાખનો મુદામાલ કબ્જે
ઊના શહેર માં ગત તારીખ 25/11/22ના સવારે પાંચ વાગ્યે સાઈકલ લઈને નિકળેલ ભૂપત ભાઈ અરજણ ભાઇ ચોહાણ ખોડીયાર નગર પાસે થી પસાર થતા હતા ત્યારે ત્રણ અજાણ્યા ઈસમોએ મરચાની ભૂકી આંખ માં છાટી ને ગળા માં પહેરેલ 54ગ્રામ વજન વાળો સોનાનો ચેન રૂપિયા 1લાખ 65000ની કિંમત નો લૂંટ કરી નાસી ગયા ની પોલીસ ફરીયાદ નોંધાવી હતી
જેની તપાસ જિલ્લા પોલીસ વડા એ એલ.સી.બી. ને સોંપતા પી. આઇ. ચાવડા, પી એસ. આઇ. ઝાલા ના માર્ગ દર્શન હેઠળ પો. હે. કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરી, રાજુભાઈ ગઢીયા, પ્રફુલભાઈ વાઢેર.પો.કો. સંદીપ ભાઈ ઝનકાટ એ ઊના આવી પગેરું મેળવી. આજે બે બાળ કિશોર આરોપી ને પકડી મુખ્ય આરોપી રઘુ રવિ બાંભણિયા રે. તમામ ઊના વાળ જેમાં રઘુ પાસા હેઠળ ભુજ જેલ માં છે. બે બાળ કિશોર આરોપીઓ પાસેથી સોનાનો ઢાળ એક, સોનાની વિટી એક, રોકડ રૂપિયા 97500અને મોબાઇલ ફોન એક મળી કુલ 1લાખ 36હજાર 300નો મુદામાલ કબ્જે કરી ઊના પોલીસ ને સોપેલ પકડાયેલ બે કિશોર બાળકો ને જિલ્લા બાળ અદાલત માં રજુ કરાશે અને આરોપી એ સોનાનો લૂટ નો ચેન મહુવા ના સોની વેપારી ને વેચેલ તેનું નામ ખુલતા તેની પાસે થી કબજે કરવા તજવીજ હાથ ધરી છે પકડાયેલ બે બાળ કિશોર આરોપી સામે ઊના માં 6ગંભીર ગુના દાખલ થયેલા છે અને રઘુ રવિ બાંભણિયા ની સામે 15ગંભીર ગુના ઊના પોલીસ સ્ટેશન માં નોંધાયેલ છે જિલ્લા એલ.સી.બી. પોલીસ એ લૂંટ નો ગુનો નો ભેદ ઉકેલી સફળતા મેળવી હતી