કોરોનાવાયરસ અને લોકડાઉન જેવી પરિસ્થિતિમાં આજે લોકો પોતાની ફરજ રૂપે કોઈને કોઈ સેવા આપે છે અને બનતી મદદ કરવા તત્પર હોય છે. આવો જ એક ઉમદા ઉદાહરણ ઉનામાં શિક્ષક અને પોલીસ તરીકેની ફરજ બજાવતા દંપતીએ તેના પુત્રના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કરી પૂરું પાડેલ છે.
મહેન્દ્રભાઈ વલ્લભભાઈ ઠુંમર કે જેવો વાંસોજ ગામે શિક્ષક તરીકેની ફરજ નિભાવે છે જેમણે આજે ઉના બ્લડ બેન્ક જઈ એક બોટલ બ્લડનું દાન કર્યું છે અને પોતાના પુત્રના જન્મદિવસની એક અલગ ઉજવણી કરી છે.
જ્યારે તેમના પત્ની વિલાસબેન પણ પોલીસમાં ફરજ બજાવતા હોય અને તેમણે પણ રક્તદાન કરવાની તૈયારી બતાવેલ પણ હાલ પોતાની નોકરીમાં વધુ કામગીરી રહેતી હોય જેથી બ્લડ બેંકના કર્મચારીઓએ આ અંગે તમને બ્લડ ના આપવાની સલાહ આપેલ.