ઉના તાલુકાની એક માત્ર મોટી રેફરલ હોસ્પિટલમાં સુવિધાને બદલે દુવિધા વધુ છે ડોક્ટરોના અભાવે લાખો રૂપિયાની મશીનરી ધૂળ ખાઈ રહી છે તો બીજી તરફ ગરીબ દર્દીઓને ના છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલમાં ધકા ખાવા પડી રહ્યા છે સોનોગ્રાફીના અદ્યતન મશીન ધૂળ ખાઈને કટાઈ ગયા અને ગરીબ દર્દીને પૈસાનો બોજ વધી રહ્યો છે જોઈએ નવ ગુજરાત સમયના રિયાલિટી ચેક રિપોર્ટમાં…

IMG 20180419 WA0290ગુજરાતના પછાત ગણાતાં ઉના તાલુકામાં પાયાની સુવિધા આપવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે તાલુકાના એક પણ કેન્દ્રમાં સોનોગ્રાફીની સુવિધા નથી જેને કારણે ગરીબ મહિલાઓને ફરજીયાત બહાર પ્રાઇવેટમાં સોનોગ્રાફી કરવા મજબૂર બનવું પડે છે એક તરફ સરકાર શીશુ જનની સુરક્ષાના નામે યોજના ચલાવે છે જેમાં સગર્ભા મહિલાને પ્રેગ્નન્સીની શરૂઆતના તબકકાથી લઇને બાળકનો જન્મ થાય ત્યાં સુધીની તમામ સુવિધા આપવામાં આવે છે પરંતુ ઉના તાલુકા અને ગીરગઢડા તાલુકામાં સોનોગ્રાફીની સુવિધા નથી અને ગરીબ મહિલાઓ પૈસાના અભાવે તે કરાવતી નથી જેના કારણે સગર્ભા મહિલા અને બાળક બનેની જાન ખતરામાં રહે છે.

IMG 20180419 WA0291ઉના મેડિકલ ઓફિસર આ બાબતે કહે છે કે ઉના બ્લોક ઓફીસે પ્રાઇવેટ ડોક્ટર સાથે કરાર કરેલ અને તે માર્ચમાં પૂરો થઈ ગયો છે ત્યારે દર પેસેન્ટ દીઠ 390 રૂપિયા ચાર્જ અપાતો હતો હવે એટલા ભાવમાં કોઈ ડોક્ટર રાજી નથી તો સવાલ એ થાય છે કે આટલા રૂપિયા પ્રાઇવેટ ડોક્ટરને આપવા કરતા ગાયનેક ડોક્ટર ઉના સરકારી હોસ્પિટલને આપવામાં આવે તો તમામ પ્રશ્નોનો નિકાલ આવી શકે એમ છે પરંતુ એના માટે ઈચ્છા શક્તિની જરૂર પડે છે જે અહીંના કોઈ આગેવાનમાં નથી ગરીબ દર્દી આજે પ્રાઇવેટમાં જયને સોનોગ્રાફી કરાવેતો પછી આ શિશુ જનની યોજનાનો કોઈ મતલબ જ નથી રહેતો તો બીજી તરફ ઉના સરકારીમાં રોજ 30 થી વધુ મહિલા બતાવા આવે છે અને રોજ 10 થી વધુ ડિલિવરી થાય છે તેમજ દર ગુરુવારે 150 થી વધુ સગર્ભા બતાવા આવે છે ત્યારે તેમાની મોટા ભાગની મહિલા પૈસાના અભાવે સોનોગ્રાફી કરાવ્યા વગર ઘરે ચાલી જાય છે

IMG 20180419 WA0293એક તરફ ગાયનેક ડોકટર નથી અને પ્રાઇવેટ ડોકટર દર ગુરુવારે આવે છે તે પણ તેના મનપસંદ સમયે ઘણી વાર સગર્ભા મહિલાઓને આખો દિવસ બેસે ત્યારે વારો આવે છે તો બીજી તરફ લાખો રૂપિયાનો બાળકોના ડોકટરને જરૂરી હોય એવો સામાન ધૂળ ખાઈ રહ્યો છે સ્થાનિક ધારાસભ્ય પૂંજાલાલ દ્વારા ડોકટરોની ભરતી માટે આંદોલન કર્યું હતું અને 3 ડોકટરની નિમણુંક થઈ હતી પરંતુ સ્ત્રી રોગ નિષ્ણાત અને બાળકોના ડોકટરની આ હોસ્પિટલને ખાસ જરૂર છે.

IMG 20180419 WA0294આમપણ વિકાસની રાહમાં પછાત રહી ગયેલા આ તાલુકાને એક સારી હોસ્પિટલ મળી છે પરંતુ ડોકટરોના અભાવે મશીનરી ધૂળ ખાય છે અને ગરીબ દર્દી પ્રાઇવેટ હોસ્પિટલના તોતિંગ બિલમાં દબાઈ જાય છે અને સરકારી યોજનાઓ કાગળમા મરણ પામે છે …..

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.