વિજેતા સ્પર્ધકોને ઈનામ આપી કરાયા સન્માનિત
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ -ગાંધીનગર, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા જિલ્લા રમત ગમત અધિકારી કચેરી-ગીર સોમનાથ દ્વારા સંચાલિત તા.૨૮ ઑગસ્ટ ૨૦૧૯ના રોજ ઉના સ્થિત એ. આર. ભટ્ટ સ્કૂલ આનંદવાડી ઉના મુકામે ૫૨ મો યુવા ઉત્સવ ખૂબજ ઉલ્લાસ ઉમંગ રીતે યોજાય ગયો
જેમા સાહિત્ય – કલા અને સંગીત ની વિભિન્ન ૩૩ સ્પર્ધાઓ ૧૫ થી ૨૯ વર્ષ ના ૩૦૦ થી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ખૂબ તરવરાટ પૂર્વક ભાગ લઈ ને પોતાની પ્રતિભા અને કૌશલ્ય ના દર્શન કરાવ્યા. સ્પર્ધાના આરંભે શાસ્ત્રોક્ત શ્લોક ગાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ધારાસભ્ય શ્રી ઉના તાલુકો શ્રી પુંજાભાઈ વંશ તથા ઉના તાલુકા મામલતદાર શ્રી કે.એમ.નિનામા ના હસ્તે કરી યુવા ઉત્સવ ખુલ્લો મૂકવા મા આવ્યો
કાર્યક્રમ ના યજમાન એ.આર. ભટ્ટ સ્કૂલ ના ડાયરેક્ટર ભરતભાઈ ભટ્ટ દ્વારા તેમજ શાળા પરિવાર તરફથી પુષ્યગુચ્છ તેમજ સુતરની આટી પહેરાવી ને અતિથિઓનું ઉમળકાભેર ભાવભર્યુ સ્વાગત કરવામા આવ્યું.
સમગ્ર સ્પર્ધાઓનું સૂત્ર સંચાલન શાળાના પ્રાચાર્યા રાજેશ્રી બહેન જોશી તેમજ ક્ધવીનર શૈલેષભાઈ પટેલે કર્યું .
પ્રત્યેક સ્પર્ધાઓનું નિરીક્ષણ ધારાસભ્ય ઉના પુંજાભાઈ વંશ તેમજ મામલતદાર તથા સંસ્થા ના ડાયરેકટર ભરતભાઈ ભટ્ટ અને ખ્યાતિ બહેને કરી પ્રત્યેક સ્પર્ધકોને પ્રોત્સાહિત કરી બિરદાવી પ્રેરિત કર્યા હતા .અને ભવિષ્ય મા પ્રત્યેક યુવા ભાઈ બહેનો મા રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી.
કાર્યક્રમ ના મધ્યાન્તરે પ્રત્યેક પ્રતિભાગી ભાઈ બહેનો અને અતિથિઓને સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન પણ એ. આર. ભટ્ટ શાળા એ સ્નેહ થી પ્રસાદ સ્વરૂપે પિરસ્યું હતું સાંજે ૫:૦૦ કલાકે આ સ્પર્ધાઓ ના સમાપન સમારોહ અન્તર્ગત પ્રત્યેક પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતા સ્પર્ધકને એ. આર. ભટ્ટ સ્કૂલ તથા ધારાસભ્ય સભ્ય ઉના તાલુકા પુંજાભાઈ વંશ તરફથી વિશેષ પ્રતિભા સમ્પન્ન ઉના ના યુવા ગિટાર વાદકો માસ્ટર ક્રિષ્નન મહેતા તથા કુમારી મૃગનયની મહેતા જેઓ રાજ્ય કક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સમગ્ર ગુજરાત નામ ગૌરાન્વિત કર્યુ છે તેઓને બેસ્ટ એચિવમેન્ટ એવોર્ડ આપી સમ્માનિત કર્યા.
ઉપરાંત કાર્યક્રમ મા ઉપસ્થિત અતિથિ ભિન્ન ભિન્ન શાળા કોલેજ સંસ્થા ના આચાર્ય નિયામક સંચાલક શાળા પ્રતિનિધિ નિર્ણાયક પત્રકારના કરકમળોથી પ્રમાણ પત્ર તેમજ પુરસ્કાર અર્પણ કરી કરધ્વનિના નાદ સાથે વિજેતાઓ ને સત્કાર્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એ.આર.ભટ્ટ શાળા તથા સંકુલ ના પ્રત્યેક પરિવારે પુરતો સહયોગ કર્યો હતો જેમા રંગમંચ સજ્જા. માઈક વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, તથા સુંદર અને રમણીય પટ્ટઆંગણ મા કાર્યક્રમ સફળતા પુર્ણ સમ્પન્ન થયો. કાર્યક્રમ ના અંતે સંસ્થા ડાયરેક્ટર ભરતભાઈ ભટ્ટે ધન્યવાદ જ્ઞાપન કર્યુ હતુ.