પ્રકૃતિ અને પર્યાવરણમાં જ વિશ્વનું કલ્યાણ છે: માધવપ્રિયદાસજી સ્વામી
ભારતીય સંસ્કૃતિમાં ઊજવવામાં આવતા અનેક ઉત્સવો માં અનોખો ઉત્સવ એટલે જળઝીલણી મહોત્સવ. ચાતુર્માસ દરમિયાન મધ્ય એકાદશી એટલે આજનો પવિત્ર દિવસ. આ દિવસે વૈષ્ણવ પરંપરા માં ઠાકોરજી ને નદી, સરોવર વગેરે માં વરસાદ ના નવા નીરમાં અભિષેક કરવામાં આવે છે.
એવી જ રીતે ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે કોરોના મહામારીના કારણે સંસ્થાના અધ્યક્ષ પુજ્ય માધવપ્રિયદાસજી સ્વામી ના સાનિધ્યમાં સરકારી ગાઈડ લાઈન અનુસાર ફક્ત ગુરુકુલ પરિવાર ના સંતોની હાજરીમાં કેમ્પસમાં જ આ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. ચાર આરતી કરી ઠાકોરજી ને ચાર થાળ ધરાવાયા હતા. પુજ્ય સંતોએ ઠાકોરજી સમક્ષ કિર્તન ભક્તિ સાથે રાસ પણ લીધો હતો.
પ્રાચીન તીર્થ દ્રોણેશ્વર મહાદેવ ગુરુકુલના પરિસરમાં બિરાજિત કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની સાનિદયમાં સંગ પરિવાર તથા ઇંજજઋ ૠઞઉંઅછઅઝ દ્વારા આયોજિત અને શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિદયમાં પ્રકૃતિ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મચ્છુન્દ્રી નદીને કેસર જળથી અભિષેક કરી આરતી ઉતારવામાં આવી હતી.
આ પ્રસંગે શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યુ હતુ કે પ્રકૃતિ આપણા જીવનની ધાત્રી છે પ્રકૃતિ અને પર્યાવરણના રક્ષણ માંજ વિશ્વનું કલ્યાણ છે.