ગીર સોમનાથ ડીડીઓનાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીની કરતુતથી ચકચાર: રૂ.૫૧ હજારનો દા જપ્ત
દીવથી દારૂના રૂ.૫૧ હજારની કિંમતના જથ્થાની કારમાં ખેપ મારતા પોલીસ કર્મીને ઉના પોલીસે રંગે હાથ ઝડપી પાડયો છે. ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારીનાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા આ પોલીસ કર્મીની કરતુતથી પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારીના કમાન્ડો તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મી લખનસી ઓડેદરા જૂનાગઢની કુસુમ સોલંકી નામની મહિલા સાથે અલ્ટોકારમાં રૂ. ૫૧૮૦૦ના વિદેશી દારૂનો જથ્થો લઈને દીવથી ગુજરાત રાજયની હદમાં પ્રવેશ્યા હતા. ત્યારે ઉના પોલીસે તેમને રંગેહાથ ઝડપી પાડીને તેમની ધોરણસર અટકાયત કરી છે. આરોપી પોલીસ કર્મી અગાઉ પણ અનેક વખત દારૂની હેરફેરમાં પકડાઈ ચૂકયો હોવાની ચર્ચાએ પણ વેગ પકડયું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં ચેકપોસ્ટ પરથી વેગેનઆર કારમાં ગેસની કીટ અને સીટમાં બનાવવામાં આવેલા ચોરખાનામાં દીવથી વિદેશી દારૂ લઈ આવતા મનોજ ઝણકાંત નામનો શખ્સ ઝડપાયો હતો. આ શખ્સ સોમનાથ મંદિર ખાતે ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીનાં પતી હોવાનું બહાર આવ્યું છે.