- ઉનાથી મોપેડ બાઇકમાં ચોરખાનું બનાવી 180 MLની દારૂની 48 બોટલ છુપાવી લાવતા સિલોજના જગદીશ બાંભણિયાને સર્વેલન્સ સ્ક્વોર્ડ પકડી પાડ્યો
- કુલ રૂ.45,400નો મુદ્દામાલ કબ્જે
થર્ટી ફર્સ્ટને પગલે ચેકીંગ દરમિયાન ઊના પોલીસને સફળતા મળી હતી. ત્યારે દારૂ ઘુસાડવાના વધુ એક કિમિયાને પોલીસે નાકામ કર્યો હતો. તેમજ ઉનાથી મોપેડ બાઇકમાં ચોરખાનું બનાવી 180 ML ની દારૂની 48 બોટલ છુપાવી લાવતા ઇસમને ઊના સર્વેલન્સ સ્ક્વોર્ડ પકડી પાડ્યો હતો. તેમજ સિલોજના જગદીશ બાંભણિયા નામના ઇસમને પકડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે પોલીસે દારૂની 48 બોટલ અને બાઇક સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. કુલ રૂ.45,400 ના મુદ્દામાલ સાથે યુવાનની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉનાના ભાડાસી ગામના પાટીયા પાસેથી બાઇકમાં ચોરખાનું બનાવી દારૂની ખેપ મારતાં બુટલેગરને ઉના પોલીસે ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. તેમજ આ દારૂનો જથ્થો આપનાર અને દારૂ મંગાવનારને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી હતી.
અનુસાર માહિતી મુજબ, 31 ડિસેમ્બરને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે બૂટલેગરો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા અવનવા કીમિયાઓ અપનાવતા હોય છે, પરંતુ આવા કિમિયાઓ પોલીસ પાસે નિષ્ફળ જતા હોય છે. ઉના નજીક આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી દારૂ ભરેલી બાઇક પસાર થવાનું હોવાની ઉના પોલીસને જાણ થતાં ઉના પોલીસ મથકના પોલીસ ઈન્સપેક્ટરની સુચના મુજબ પોલીસ સબ. ઈન્સપેક્ટર અને તેમની ટીમ સહિતનાઓએ ઉનાના ભાડાસી ગામના પાટીયા પાસે વાહન ચેકીંગ કામગીરી હાથ ધર્યું હતું. આ દરમિયાન ઊના પોલીસે દારૂ ઘુસાડવાના વધુ એક કિમિયાને નાકામ કર્યો હતો.
દીવના વણાકબારા, તડ થઈ ભાડાસી તરફ આવી રહેલી બાતમીવાળી બાઈકને રોકાવી પોલીસે તપાસ હાથ ધરતાં બાઇકમાં ચોરખાનું બનાવી 180 MLની દારૂની બોટલ નંગ 48 સહિત કુલ 45,400ના મુદ્દામાલ સાથે જગદીશ બાંભણિયા ને પોલીસે ઝડપી પાડ્યો હતો.
ઊના પોલીસે દારૂ ઘુસાડવાના વધુ એક કિમિયાને નાકામ કર્યો હતો. આ દરમિયાન ઉનાથી મોપેડ બાઇકમાં ચોરખાનું બનાવી 180 MLની દારૂની 48 બોટલ છુપાવી લાવતા સિલોજના જગદીશ બાંભણિયાને સર્વેલન્સ સ્ક્વોર્ડ પકડી પાડ્યો હતો. આ દરમિયાન પોલીસે આરોપી પાસેથી કુલ રૂ.45,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારે દીવમાંથી દારૂનો જથ્થો પૂરો પાડનાર અને પકડાયેલો દારૂનો જથ્થો મંગવનાર એમ મળી કુલ 3 બુટલેગર વિરૂદ્ધ ઉના પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અહેવાલ: ભાવેશ ઠાકોર