દીવથી ઇનોવામાં 251 બોટલ શરાબનો જથ્થો લઇ આવ્યાની કબૂલાત: રાજકીય આગેવાનોના મોબાઇલ ધણધણ્યા
ઊનાના વિધાન સભાની ચૂંટણી જાહેર થતાં જિલ્લા પોલીસવડાએ ચૂંટણી દરમ્યાન બે નંબરી રોકડા અને વિદેશી દારૂને રોકવા જૂદી જૂદી ચેક પોસ્ટ ઉપર પોલીસ રાઉન્ડ ધ કલોક વાહન ચેકિગ ચાલુ કરેલું. આજે ઊનાના અહેમદ પુર માંડવી ચેક પોસ્ટ ઉપર ગીર જિલ્લા સોમનાથના મહિલા પોલીસ સ્ટેશનના પી. એસ. આઇ.એસ.પી. બામરોટિયા અને સ્ટાફએ ઘોઘલા તરફ થી આવતી સફેદ કલરની ઈનોવા મોટર કાર નંબર પ્લેટ વગરની અને એમ.એલ.એ. લખેલ મોટર ઊભી રખાવી તપાસ કરતા ચોર ખાનામાં અને ડેકીમાં છૂપાવેલો ઇંગ્લિશ દારુની જુદી જૂદી બ્રાન્ડની બોટલ નગ 251, રૂપિયા 82460/કિંમત દારુ 8 લાખની મોટર મોબાઇલ ફોન 3 મળી કુલ 9 લાખ 5 હજાર 460ના મુદ્દામાલ સાથે મહેબૂબભાઈ પીરભાઇ લાખે વોરા (રે. પાલિતાણા) હાર્દીકભાઈ કિશોરભાઇ પરમાર (રે. અનીડા તા. તલાલા) ચેતન ભીમજીભાઈ ડાભી (રે. ડુંગર પુર તા.પાલિતાણા)ને પકડી આ દારુ કોને આપવા જવાનો હતો.
દીવ થી કોની પાસે થી લીધો તેની તપાસ પી. એસ.આઇ, નિમાવત કરી રહ્યાં છે. પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ પકડાયેલા પાલિતાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ધારાસભ્યના પી.એ. હોવાનું બહાર આવ્યું છે. દારૂ પ્રકરણમાં રાજકીય આગેવાનોના ફોન ધણધણવા લાગ્યા હતા પરંતુ મીડિયા સ્થળ પર પહોંચતા અંતે ગુનો દાખલ કરવાની નોબત આવી હતી.