કચ્છ કોરોના મુકત બને એ દિશામાં અનેક સંસ્થાઓ કામ કરી રહી છે. સંજયભાઇ શાહ દ્વારા છેડવામાં આવેલ અભિયાન ‘માસ્ક નહીં તો વાત અહીં…’ ધીરે ધીરે કચ્છ ભરમાં પહોંચી રહ્યું છે.
કોરોના મહામારી સંકટ સામે લોકો જાગૃત રહે એ માટે ભુજની માનવજયોત સંસ્થા દ્વારા ઠેર ઠેર બનેરો લગાડી લોકજાગૃતિ અભિયાનને આગળ ધપાવવામાં આવી રહેલ છે. શહેરો-ગામડાઓમાં બેનરો લગાડી લોકોને માસ્ક ફરજીયાત પહેરવા સમજ પુરી પાડવામાં આવી રહેલ છે.
કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું હોવા છતાં જાગૃતિના ભાગરુપે માસ્ક આખા શરીરને પ્રોટેકશન પુરુ પાડતું હોઇ મોઢા ઉપર માસ્ક બાંધવું જરુરી ગણાવાયું છે. પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોશી, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, આનંદ રાયસોની વ્યવસ્થા સંભાળી રહ્યા છે.