9 એકાઉન્ટ સાથે ચેડા કરી રૂ.2 લાખની કરી છેતરપિંડી નોંધાતો ગુનો
ઉના મામલતદાર કચેરીમાં ગં.સ્વરૂપ વિધવા સહાયની 7 મહિલાઓના બેંક ખાતા નંબર બદલી રૂા.2 લાખ 23 હજાર 750 રૂપિયાની ઉચાપત કરી વિશ્ર્વાસઘાત, છેતરપીંડી કર્યાની મામલતદાર કચેરીનાં કર્મચારી તથા મદદનીશ કર્મચારી સામે ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
ઉનાનાં ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાનાં જાહેર હિસાબ સમિતિના ચેરમેન પુંજાભાઇ વંશે ગઇકાલે મામલતદાર કચેરીમાં આર્થિક સહાય યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. ઉના તાલુકામાં સાત હજારથી વિધવા મહિલા સહાયનો ખાતુ ઉના મામલતદાર કચેરીમાં આવેલ છે. પરંતુ અમુક મહિલાઓના ખાતામાં રકમ જમા થતી ન હતી અને મામલતદાર કચેરીનાં એક કર્મચારીનાં ખાતામાં જમા થતું હોવાનું જાણવા મળ્યું હતું.
ઉનાનાં મામલતદાર આર.આર.ખાંભરાએ તપાસ કરાવી પોતે ફરીયાદી બની ઉના પોલીસમાં મામલતદાર કચેરી ઉનાના કર્મચારી વિનોદ રમેશભાઇ સોલંકી તથા તુષારભાઇ જીલ્લામાંથી આવેલ આવર સોસીંગ કર્મચારીએ ઉના મામલતદાર કચેરીમાં વિધવા સહાય વિભાગમાં વિધવા સહાયનાં જુદાજુદા ખાતામાં મામલતદારને જાણ કર્યા વગર મહિલાઓની મંજૂરી વગર કોમ્પ્યૂટરમાં ચેડાકરી બેન્ક ખાતા નંબર બોલાવી, અત્યાર સુધીમાં રૂા.2 લાખ જેટલી રકમ આરોપી વિનોદ રમેશ સોલંકીના ખાતામાં તથા અન્ય સબંધીઓના ખાતામાં 7 મહિલાઓની વિધવા સહાયની સરકારમાંથી આવતી રકમ ખાતામાં જમા કરાવી વિશ્ર્વાસઘાત, છેતરપીંડી સરકાર સાથે કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.