રામ નવમીના પર્વએ વિશાળ હિન્દુ સંગઠનના કાર્યક્રમમા વક્તવ્ય બાદ શાંતિ જોખમતા ગુંનો નોંધાયો હતો
કાજલબેન વતી સૌરાષ્ટ્રના સિનિયર એડવોકેટ અનિલભાઈ દેસાઈ ઉપસ્થિત રહી તર્કબધ દલીલ કરી હતી
ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે રામનવમીના પવિત્ર પાવન પર્વે હિન્દુ સંગઠનો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .જેમાં પ્રખર વક્તા કાજલબેન હિન્દુસ્તાની દ્વારા શાંતિ જોખમાય તેવા વ્યક્તવ્યથી ગુનો નોંધવામાં આવ્યો હતો જેના પગલે કાજલબેન હિન્દુસ્તાની પોલીસ સમક્ષ રજૂ થતા નીચેની કોર્ટે જામીન રદ કરતા જેલ હવાલે કર્યા હતા જે હુકમથી નારાજ થઈ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજીની સુનાવણીમાં સૌરાષ્ટ્રના સિનિયર એડવોકેટ અનિલભાઈ દેસાઈ ઉપસ્થિત રહી ધારદાર દલીલો કરી હતી .
જે ધ્યાને લઇ કોર્ટે કાજલબેન હિન્દુસ્તાનીને જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો. વધુવિગત મુજબ રામ નવમીના પર્વએ ઉનામાં વિશાળ હિન્દુ સંગઠના કાર્યક્રમમાં શ્રીમતી કાજલબેન હિન્દુસ્તાની એ વક્તવ્ય આપેલું હતું તે વક્તવ્ય બાદ શાંતિ સમિતિ બેઠક યોજાયેલી હતી. તે શાંતિ સમિતિની બેઠક બાદ ઉનામાં કોમી શાંતિ જોખમાયેલી હતી અને પોલીસ તરફથી હુલ્લડ અને તોફાન કરતા શખ્સો સામે ગુનો નોંધેલો હતો.બાદ પોલીસ તરફથી કાજલબેન હિન્દુસ્તાની સામે પણ ગુનો નોંધવામાં આવેલો હતો.
સંવિધાનને માન અને સન્માન આપતા કાજલબેન હિન્દુસ્તાની સામે ગુનો નોંધાયાની જાણ થતા તે સામે ચાલી અને પોલીસ સ્ટેશનને રજૂ થયા હતા અને પોલીસે પોલીસ સ્ટેશનમાંથી જામીન આપવાના બદલે તેમને ઊના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં રજૂ કરેલા હતા. આ વખતે કાજલબેન ના એડવોકેટ રાજકોટના અનિલભાઈ દેસાઈ રોકાયેલા હતા અને તેમણે સંતપૂર્વક દલીલો કરી વિસ્તૃતમાં જણાવેલ હતું કે અરણેશકુમાર વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહારના ચુકાદાનું પોલીસે વાયોલેશન કરેલ છે. અને વિસ્તૃત દલીલો કરેલી હતી ત્યારબાદ જજ વી આર સોલંકી એ ઉના નીચેની કોર્ટમાં કાજલબેન હિન્દુસ્તાની ના જામીન રદ કરી અને જુનાગઢ સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપેલ હતા.સેશન્સ કોર્ટમાં અનિલભાઈ દેસાઈએ દલીલો કરેલી હતી, ખરેખર સ્પીચ છે તે હિટ સ્પીચ છે કે કેમ તે પુરાવાનો વિષય છે. કાજલબેન એક સામાજિક અગ્રણી છે .
મહિલાઓના પ્રશ્નોમાં અવારનવાર રજૂઆત કરતા હોય છે. આવા સંજોગોમાં મહિલાઓમાં જાગૃતિ આવે તો ઘણા બધા લોકોના પેટમાં તેલ રેડાય છે તેવી પ્રવૃત્તિ છે આ દલીલોની સાથે સાથે તેમણે જુદી જુદી વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના ચુકાદા ને પણ રજૂ કરેલા હતા. સામા પક્ષે એડવોકેટ નકવી એ પણ વાંધા લીધેલા હતા અને જામીન પર ન છોડવા માટે રજૂઆત કરેલ હતી. આ રજૂઆત અને દલીલો સાંભળી અને કાજલબેન હિન્દુસ્તાનીના જામીન મંજૂર કરેલા હતા અને શરત રાખેલી હતી કે અરજદાર તરફથી મુક્ત થયાના સાત દિવસમાં જામીનદારના બે ફોટા રજૂ કરવાના તથા અરજદાર એ ચાર્જછીટ રજૂ થતા સુધી તા.16મી એ 11 થી 2:00 વાગ્યા સુધી નજીકના પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવાની કેસની ફાઇલમાં નિયમિત હાજર રહેવાનું અને આ બધી જ હકીકતો સાથે ફરિયાદ પક્ષના પુરાવાને ચેડા કરવા નહીં કે લલચાવા ફોસલાવા નહીં તેમના કાયમી રહેણાંક અને ધંધાના સરનામાનું જાહેરાત કરવી આ બધી હકીકતો સાથે કોર્ટે જામીનમુક્ત કરેલી છે. આ કેસમાં કાજલબેન હિન્દુસ્તાની વતી અનિલભાઈ દેસાઈ , રામજીભાઈ પરમાર અને નયનભાઈ પરમાર રોકાયેલા હતા અને તેઓ એક સંતપૂર્વક રજૂઆતો કરેલી હતી