ગીટાર વાદનની સ્પર્ધામાં અવ્વલ નંબરે રહેલા વિદ્યાર્થીઓનું ૭મી એ પ્રદેશકક્ષાએ ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે
જિલ્લા કક્ષા કલામહાકુંભ મા ઉના સ્થિત સંગીત ક્લાસીસ ભારતીય શાસ્ત્રીય સંગીત સંસ્થાન્ ના કલાગુરુ કમલેશભાઈ મહેતા ના ગિટાર વાદક વિદ્યાર્થી ભાઈ બહેનો ઝળકયા હતા
વય જૂથ ૧૫ થી ૨૦માં કુ. મૃગનયની કમલેશ ભાઈ મહેતા – પ્રથમ ચાણક્ય ઈંગ્લિશ મિડિયમ સ્કૂલ -ઉના મા.ક્રિષ્ના કમલેશભાઈ મહેતા – દ્વિતીય.
સ્વામી નારાયણ કોલેજ -ઉના વય જૂથ ૨૧ થી ૫૯ શ્રીમતી શીતલ કમલેશભાઈ મહેતા -પ્રથમ શ્રી સ્વામી નારાયણ કોલેજ -ઉના કુ.વિભૂતિ બહેન અશ્વિનભાઈ મહેતા -તૃતીય વય જૂથ ૬ થી ૧૪ ઓમ મેધનાથી – દ્વિતીય કુ. ઈશા જયભાઈ ઝાટકિયા-તૃતીય સ્વામી નારાયણ સ્કૂલ-ઉના રહ્યા હતા
સમગ્ર ગીર સોમનાથ જિલ્લામા ગિટાર વાદન સ્પર્ધા મા મોખરે અવ્વલ નં૧ રહી ઉના નું માન વધાર્યુ છે .જેઓ ૭ ઑગસ્ટ ના નિર્ધારિત પ્રદેશ કક્ષાએ ગીર સોમનાથ નું પ્રતિનિધિત્વ કરશે.
આમ જિલ્લા કક્ષા કલામહા કુંભ માં ઉના ના ગૌરવશાળી વિજયનાદ ફૂંકી ઉના નું નામ મોખરે કરેલું છે.