ઉનામાં બિહાર જેવી સ્થિતી
ભાવનગર રોડ પાસેથી રેઢી કાર મળી આવી: પોલીસ તપાસનો ધમધમાટ
ઉના બસ સ્ટેશનમાં આજે વહેલી સવારે એક લૂંટની ઘટના સામે આવી છે આંગડિયા પેઢીના કર્મચારી બાબુ ચતુર પટેલ પાસેથી 18 લાખના હીરા તેમજ રોકડ રકમ મળી કુલ 47 લાખ ને લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો નાસી છૂટતા સનસની મચી જવા પામેલ છે લૂંટની ઘટનાના પગલે પોલીસના ધાડેધાડા ઉતરી પડયા છે
અને લૂંટારુ ટોળકીને પકડવા નાકાબંધી કરવામાં આવી છે જાણવા મળતી વિગતો મુજબ ઉના બસ સ્ટેશનમાં આજે વહેલી સવારે આંગડીયા પેઢીના કર્મચારીને ધોલધપાટ કરી 3 થી 4 અજાણ્યા શખ્સોએ 18 લાખના હીરા અને રોકડ મળી કુલ 47 લાખની મતાની લૂંટ ચલાવી હતી અને લૂંટારુઓ કારમાં નાસી છૂટયા હતા પ્રાથમિક વિગતો મુજબ આંગડીયા પેઢીનો કર્મચારી બાબુ ચતુર પટેલ વહેલી સવારે રોકડ અને હીરા ભરેલી બેગ લઈ ઉનાથી ભાવનગર જઇ રહ્યો હતો ત્યારે અગાઉથી જ પ્લાનિંગ કરીને આવેલ હોય તેમ ત્રણથી ચાર વ્યક્તિ નજીકમાં જ પાર્ક કરેલી કારમાં નાસી છૂટયા હતા આ લૂંટની ઘટનાના કેટલાક દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે અને લૂંટારુ ટોળકીએ કાવતરુ ઘડીને લૂંટને અંજામ આપ્યો હોય તેમ ઘટના સ્થળ નજીક સાથે ઊભેલી કારમાં બેસી લૂંટારા નાસી જાય છે
આ ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને નાકાબંધી કરાવી હતી સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે આ લૂંટારુઓ કાયદો અને વ્યવસ્થા ને ચેલેન્જ આપતા હોય તેવું લાગી રહ્યું છે અને ઉના પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે