કોર્ટ મુદતેથી  વાહનમાં બેસાડતી  વેળાએ  ચકમો આપી ફરાર

ગિર સોમનાથ જિલ્લાના ઉનાની   કોર્ટ મુદતે  આવેલા જૂનાગઢ જેલનાં  કેદીને   વાહનમાં  બેસાડતી   વેળાએ  સ્ટાફને   ધકકો મારી  નાશી ગયાની   ઉનાપોલીસ મથકમાં  ફરિયાદ નોંધી  ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

વધુ વિગત મુજબ જૂનાગઢ જિલ્લા જેલમાં રહેલા ભરત વિરા ડોડીયા, વીરા વેલા ડોડીયા અને કાન્હચરણ ભીમસેન મીલક સહિત ત્રણ શખ્સો ઉનાની કોર્ટે મુદતે  લઈ લાવ્યા બાદ મુદત પૂર્ણ થયા બાદ વાહનમાં આરોપીઓને બેસાડતી  વેળાએ   ભરત વીરા ડોડીયા નામનો શખ્સ કેદીપાર્ટીની ફરજમાાં રહેલા સ્ટાફને  ધકકો  મારી નાશી ગયાની  નવાબંદર મરીન પોલીસ મથકના   હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ  મકવાણાએ  ફરિયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમા  ભરત વીરા ડોડીયા હત્યા અને  હત્યાની   કોશિષનાં  ગુનામાં જેલ હવાલે છે. અને કોર્ટ મુદત પુરી થતા પરત જૂનાગઢ જેલમાં લઈ જવા  વાહનમાં બેસાડતી

વેળાએ ચકમો આપી નાશી જતા તેને  ઝડપી  લેવા ચક્રોગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.