ઉના શહેર ઉના ગીર ગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ રેલી કરીને ઉના ના ધારાસભ્ય પૂજાભાઈ વંશ એ આજરોજ ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું.
ગુજરાતમાં ભાજપની સરકાર ધરાવે છે છેલ્લા બે કાયદા કાયદામાં ખેડૂતોના નામે માત્ર મોટી મોટી અને ખોટી વાતો કરવામાં આવે છે કરોડો રૂપિયાના ખર્ચ ગુજરાતમાં કૃષિ સરકારી તીજોરીમાંથી ખર્ચ કરવામાં આવે છે પરંતુ ખેડૂતોના મૂળભૂત પ્રશ્નનું નિરાકરણ કરવા અને ચરિત્રોનું હિતનું રક્ષણ કરવામાં ગુજરાતની ભાજપ સરકાર સમય અંતર નિષ્ફળ નીવડી છે ખેડૂતોની આત્મહત્યાના બનાવો સતત બનતા રહે છે.
સરકારી તિજોરીમાંથી કરોડ રૂપિયા ખાનગી વીમા કંપનીને લાભ કરાવી આપવામાં ફસલ વીમા યોજના નામે ભાજપ સરકારે આપી દેવાની યોજના કરી છે ખેતી માટે વીજ જોડાણ વર્ષો સુધી આપવામાં આવતા નથી રાજ્યમાં ખેડૂતોને ગુણવત્તા બિયારણ અને જંતુનાશક વ્યાજબી ભાવે મળતા નથી તેના અનુ સંધાને ઉનામાં જન આક્રોશ રેલી કાઢી અને ઉના તથા ગઢડા તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશ તેમજ ગીર ગઢડા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાલુભાઇ હિરપરા રાજુભાઈ ગોસ્વામી કોંગ્રેસ શેર સમિતિ રામભાઈ ડાભી કોંગ્રેસના ઉના તાલુકાના સમિતિ યોગેશભાઈ બામણીયા કોંગ્રેસ પ્રમુખ યુવા મોરચો મંજુલાબેન પરમાર ઉના તાલુકા મહિલા કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના કાર્યકરોએ ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું.