દેશી દારૂના ધંધા માટે હપ્તા અને શારિરીક શોષણ કરી વિધવાનો મજબુરીનો લાભ લીધો
ગીર સોમનાથ જીલ્લાની મહિલાએ ઊના પ્રાંતના જિલ્લા એ.એસ.પી. જીતેન્દ્ર અગ્રવાલ ને અને જિલ્લા પોલીસ વડા મનોહર સિંહ જાડેજા ને લેખિત માં એવી અરજી આપી હતી કે તેમણે સાત વરસ પહેલા પ્રેમ લગ્ન કરેલ હતા પતિ દેશી દારૂ બનાવી વેચવાનો ધંધો કરતો હતો. તે. તેમને ધંધામાં મદદ કરતી હતી.તેમને સંતાન મા નાના ત્રણ બાળકો છે. એક વરસ પહેલાં તેમના પતિનું હૃદય રોગ ના હુમલા થી મોત થયું હતું પ્રેમ લગ્ન કરેલા હોય પિયર પક્ષ ના લોકો એ સબંધ તોડી નાખેલો હતો એટલે તેમણે પોતાની વાડીમાં દેશી દારૂ બનાવી વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. એસ.ઓ.જી.માં ફરજ બજાવતા પોલીસ સલીમ અને અન્ય પોલીસ તેમને દારૂ વેચવા માટે રૂપિયા 5000/અને 2000/ના હપ્તા લઇ જતા અને શારીરિક શોષણ કરવા મજબૂર કરતા અને મોબાઈલ ફોન ઉપર બીભત્સ મેસેજ કરી અવાર નવાર જુદી જુદી જગ્યાએ મહિલા ની મરજી વિરૂદ્ધ શારીરિક શોષણ કરતા અને અંતે મહિલા કંટાળી જઈ જુદી જુદી જગ્યાએ લેખિત મા અરજી કરેલ હતી.
જે અરજી ના અનુસંધાને એ.એસ.પી.જીતેન્દ્ર અગ્રવાલે ઊના તેમની ઓફીસમાં મહિલા પી.એસ.આઇ. આર.એચ.સુવાની હાજરીમાં ઓન કેમેરા વિડિયો રેકોર્ડીંગ કરી મહિલાનું ચાર કલાક નિવેદન લીધું હતું. અને ગીર ગઢડા તાલુકા પોલીસ સ્ટેશનમાં સલીમ દોસ્ત મહમદ મકરાણી બ્લોચ એસઓજી પોલીસ હેડ કોન્સ્ટેબલ,મોહન નારણ મકવાણા પોલીસ ગીર ગઢડા પોલીસ સ્ટેશન, ઊના હોમગાર્ડમાં ફરજ બજાવતા હનીફ સતારભાઈ શામદાર, પરેશ ભીમાભાઇ શિગડ રે. કેસરિયા પાનની દુકાન ધરાવતો પોતાને એલ.સી.બી. પોલીસ તરીકે ઓળખ આપી હતી તેમની સામે આઇપીસી કલમ 376, 354 મુજબ ગુનો નોંધી અને ચારે આરોપીની ધરપકડ કરી છે.
પોલીસની છબી ખરડાવવામાં જેની ભૂમિકા હશે તેની સામે પગલા લેવાશે: એસ.પી.મનોહરસિંહ
આ અંગે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલું કે હાલ મહિલાને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી છે. તેમનું કાઉસિલિંગ કરવામાં આવશે. આ મહિલા સામે અગાઉ દેશી દારૂના ગુનાઓ નોંધવામાં આવેલ હતા અને તેમની સામે અટકાયતી પગલાં પણ ભરાયેલ છે. હજુ પણ કોઈની સંડોવણી બહાર આવશે તો તેમને પણ છોડવામાં આવશે નહિ પોલીસની છબી ખરડવામાં જેની ભૂમિકા હસે તેની સામે પણ પગલાં લેવામાં આવશે.