ઉનાના માઢગામના ખેડૂતો અને લોકોએ કર્યો વિરોધ, સોમનાથ ભાવનગર માર્ગ પર બની રહેલા રાષ્ટ્રીય ધોરી માર્ગને લઈને કર્યો વિરોધ રોડનું કામ અટકાવતા પોલીસે મહિલાઓ સહીત 25 કરતા વધુ લોકોની અટકાયત કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
સોમનાથ ભાવનગર વચ્ચે બની રહેલા રાષ્ટ્રીય ધોરી માર્ગને લઈને માઢગામના ખેડૂતો અને લોકો દ્વારા તેનો વિરોધ કરીને રોડનું કામ અટકાવતા મામલો બિચક્યો હતો છેલ્લા ઘણા સમયથી માઢગામના લોકો સોમનાથ થી ભાવનગર તરફ બની રહેલા નવા રાષ્ટ્રીય ધોરી મારગ ને લઈને તેમનો વિરોધ પ્રગટ કર્યો હતો તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં નહિ આવતા અંતે ખેડૂતો અને લોકો દ્વારા આજે માર્ગ પર ચક્કાજામ કરીને વિરોધ કર્યો હતો ગામલકોની માગ મુજબ અહીંથી પસાર થતા માર્ગ પર ઓવર બ્રિજ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે જેને લઈને વરસાદનું પાણી ગામમાં અને ખેતી લાયક જીમણમાં ભરાઇ શકે છે જેનો કોઈ નિકાલ કરવાની વ્યવસ્થા હજુ સુધી કરવામાં નહીં આવતા ગામ લોકો દ્વારા આજે માર્ગ પરનું કામ બંધ કરવામાં આવ્યું હતું ગામલોકના જણાવ્યા મુજબ રોડની પેલે પાર પ્રાથમિક શાળા આવેલી છે જ્યારે સ્કૂલ ચાલુ હોય ત્યારે નાના વિદ્યાર્થીઓ રોડને ક્રોસ કરીને શાળામાં જતા હોય છે હવે જ્યારે આ રોડ બની રહ્યો છે ત્યારે અહીંથી ભારે વાહનો પસાર થશે જેને લઈને તેના નાના ભૂલકાઓ કોઈ અકસ્માતનો ભોગ ના બને તે માટે તેઓ દ્વારા આ રોડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બને તેની પહેલા વિરોધ કરી રહેલા 25 જેટલા ગામોલોકો અને મહિલાની અટક કરીને મામલા પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધાર્યા છે.
કાનાભાઈ સોલંકી સ્થાનિક ખેડૂત