ગીર સોમનાથના ગીરગઢડા ના એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર મારૂતિ ધામ પાસે ડાલામથ્થાની શહેરમાં લટાર મારવા નીકળ્યા હતા અત્યારના સમયમાં લોકો સિંહ દર્શન માટે સફારી પાર્ક માં જાય અને ભાગ્ય હોય તો મળે. કોઈ લોકો ગેરકાયદે પણ સિંહ દર્શન માટે પ્રયત્ન કરતા હોય છે. પરંતુ ગીર વિસ્તારમાં ગામડામાં લોકો ને સહજ રીતે આ પ્રાપ્તિ છે. આજે સવારે 10:30 વાગ્યે દ્રોણેશ્વર ગુરુકુલમાં મારૂતિ ધામ પાસે ડાલામથ્થા સિંહ ના દર્શન થયા હતા. ત્યારે રોડ પર નિકળતા વાહનો થંભી ગયા હતા. રાહદારી એ વિડિયો બનાવ્યો હતો.