અમરેલી એસટી ડીવીઝનના અધિકારીઓ ઉના મુંબઇ એસટી બસ શરૂ કરે તેવી લોકોની માંગણી ઉઠી છે.
ઉના ગીરગઢડા તાલુકા તથા દિવ કેન્દ્રશાસીત વિસ્તાર પ્રદેશની ૪ લાખથી વધુ જનતાને ઉનાથી મુંબઇ જવા માટે એકપણ સીધી એસટીબસની સુવિધા નથી. આ વિસ્તારના લોકોને મુંબઇ સાથે મોટો વ્યવહાર છે. હાલ ૪ થી વધુ ખાનગી બસો શરૂ છે જેમાં લોકોને ઉંચુ ભાડુ ચુકવી જવુ પડે છે.
અગાઉ ઘણા વર્ષો પહેલા એસટી ડીવીઝન ઉના ડેપો દ્વારા ઉના મુંબઇ ગુર્જર નગરી બસ ચાલુ હતી ટ્રાફીક પણ ખુબ મળતો હતો પરંતુ તાલુકાની નબળી નેતાગીરીને કારણે આ રૂટ બંધ કરી દેવાતા ખાનગી ટ્રાવેલ્સ વાળાઓને ઘી કેળા થઇ ગયા છે ફરી અમરેલી એસટી ડીવીઝનના અધિકારીઓ ઉના મુંબઇ એસટી બસ શરૂ કરે તેવી લોકોની માંગણી ઉઠી છે.