સોમનાથ ખાતે હિન્દુ યુવા સંગઠનના જિલ્લા અધ્યક્ષ જતીનબાપુ છેલ્લા 8 દિવસથી ગૌ હ્ત્યા અને ગૌ તસ્કરી કરનાર અસામાજીક તત્વો પર ગુજસીટોકનો કાયદો લાગુ કરી અને તે મુજબ સજા થાય જેથી ગૌ સેવા અને ગૌરક્ષકો તેમજ તંત્ર પોતાનો જીવ જોખમમાં મૂકી જે અટકાયત કરે છે. અને ગૌ વંશને બચાવે છે છતા પકડાયેલા હત્યારાઓ અને તસ્કરો પર કોઈ ઠોસ સજામાંથી પણ ટુંક સમયમાં છુટી જાય છે. અને ફરી આવા કૃત્યો શરૂ કરે છે. તેવા રેઢા ગુનેગારો ઉપર સંપૂર્ણ અંકુશ લાગે તેવી માંગ સાથે આમરણ અનશન ઉપર જતીનબાપુ છેલ્લા નવ દિવસથી બેઠેલા છે. અને સોથી વધુ સામાજીક સંસ્થાઓ, સંગઠનો, યુવક મંડળો, ધાર્મિક સંસ્થાઓ અન સમાજના આગેવાનો પોતાનું સમર્થન આપી આ આંદોલનમાં જોડાય ચૂકયા છે.
ત્યારે ગૌ હત્યા અને ગૌ તસ્કરી કરનાર અસામાજીક તત્વો પર ગુજસીટોકનો કાયદો લાગુ કરવા ઉના હિન્દુ યુવા સંગઠને પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું છે.