25 મહિનામાં સ્પે. કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો: સગીરાને 1 લાખનું વળતર
ઉનાની સગીરા પર વડવીયાળા ગામના પરિણીત શખ્સે દુશકર્મ કરી ગર્ભરાખી, ગર્ભપાત કરાવી નાખ્યાનાં ગુનામાં ઉનાની સ્પે. પોકસો કોર્ટના જજે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા રૂ.5000 દંડ ફટકારી અને સરકારની યોજનામાંથીસગીરાને રૂ.1 લાખ ચુકવવા હુકમ કર્યો છે.
ઉના કોર્ટમાંથી જાણવા મળતી વિગત મુજબ ઉનામાં રહેતી 16 વર્ષની સગીરાને ઉના તાલુકાના વડવીયાળા ગામનો કાનજી જેશાભાઈ વાઘેલા નામના શક્સે પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભરહી જતા કાનજી એસગીરાનેગર્ભપાત કરવાની ગોળી આપતા સગીરાનિ તબીયત લથડતા પ્રથમ ઉનાની મહેતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા ત્યાં ચેક કરતા ગર્ભવતી હોવાનું પાંચ માસ નો ગર્ભ જણાતા સરકારી હોસ્પિટલેલઈજતા અંદર રહેલા બાળકનું મૃત્યુ થયું હતુ.
આ અંગે ઉના પોલીસમાં સગીરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
કેસ ઉનાની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતા ભોગ બનનાર સગીરાની કુબાની એફએસએલ, ડીએનએ, પોલીસ અધિકારી, ડોકટરોની જુબાની તથા સરકારી વકિલ મોહનભાઈ ગોહેલ વિવિધ હાઈકોર્ટના જજમેન્ટ રજૂ કરી આ ગર્ભપાત કરાવેલ હોય કડકમાં કડક સજા કરવા રજૂઆત કરી હતી.તમામ દલીલો પુરાવા નજર સમક્ષ રાખી સ્પે. પોકસો કોર્ટનાં સ્પે. જજ રેખાબેન આસોડીયાએ આરોપીકાનજી જયેશ વાઘેલાને 10 વર્ષની કેદની સજા અને રૂ.5 હજાર રોકડા દંડ તથા સગીરાને સરકારી સહાય યોજના હેઠળ રૂ.1 લાખ વળતર ચુકવવા હુકમ કરેલો છે. માત્ર 25 મહિનામાં કેસનોઝડપી ચુકાદો આપ્યો હતો.કેસ ચાલ્યોત્યાં દસુધી આરોપીજેલમાં રહેલ જામીન મળેલ નહી.