તાલિબાનનો અફઘાનિસ્તાન પર કબજો અને ધાર્મિક કટ્ટરતા વિષયક આચાર્ય લોકેશજીનો વેબિનાર યોજાયો
અહિંસા વિશ્વ ભારતીનાં સંસ્થાપક શાંતિદૂત આચાર્ય લોકેશજીએ ટી. એન. સી ન્યૂઝ દ્વારા આયોજિત “તાલિબાનનો અફઘાનિસ્તાન પર કબજો અને ધાર્મિક કટ્ટરતા” પર આધારિત વેબીનારને સંબોધિત કર્યું. આ વેબીનારમાં હિંદુ ધર્માચાર્ય સ્વામી દીપાંકર, મુફ્તી મંજૂર જિયાઈ, બોદધ ભંતે, યુવાચાર્ય સ્વામી અભયદાસજીએ અફઘાનિસ્તાનની રાજધાની કબુલમાં થઈ રહી અફરાતફરી વિશે પોતાના વિચારો રજૂ કર્યા. અહિંસા વિશ્વ ભારતીનાં સંસ્થાપક શાંતિદૂત આચાર્ય લોકેશજીએ કહ્યું કે અફઘાનિસ્તાનનાં લોકો અને મહિલાઓ પર તાલિબાન દ્વારા અત્યાચાર ન થવો જોઈએ અને માનવ અધિકારોથી કોઈ પણ વંચિત ન રહેવું જોઈએ.
એમણે જણાવ્યું કે ધર્મ એ હિંસા, ધૃણા, આતંક, શોષણ અને અશાંતી નથી શીખવતું પરંતુ એનો આધાર તો દરેક પ્રત્યે અહિંસા, શાંતિ, સદભાવના અને કરુણા છે, વળી ધર્મનાં માધ્યમ દ્વારા જ માનવતાને જાગૃત કરી શકાય છે. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રસંઘ અને વૈશ્વિક શક્તિઓને અફઘાનિસ્તાનમાં હસ્તક્ષેપ કરીને ત્યાં વસતા લોકો અને સ્ત્રીઓની સુરક્ષા માટે માનવધિકારો ઘડવવામાં મદદરૂપ બને. હિંદુ ધર્માંચાર્ય સ્વામી દીપાંકરજીએ કહ્યું કે અફઘાનિસ્તાનનાં સોશિયલ મીડિયા પર જેવા પ્રકારનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે અત્યંત ચિંતાજનક છે, ત્યાં રહેતા નાગરિકો અફઘાનિસ્તાન છોડવા માંગે છે કારણ કે લોકોને તાલિબાનનાં ક્રૂર શાસન, ત્યાં રહેતી મહિલાઓની સ્વાતંત્ર્યતા છીનવાય જશે તેનો ભય છે.
કાબુલનાં નાના ગામડાઓમાં વસતા લોકો સારી સુરક્ષા વ્યવસ્થા મેળવવા માટે શહેરોનાં રસ્તાઓમાં આવીને સંતાય ગયા છે. તેમણે જણાવ્યું કે ધાર્મિક કટ્ટરતાનાં નામે નાગરિકોની સ્વતંત્રતા છીનવી એ માનવ અધિકારોને નષ્ટ કરવા જેવી બાબત છે. મુસ્લિમ ધર્માંચાર્ય અને આંતરરાષ્ટ્રીય સૂફી કારવાંનાં પ્રમુખ મુફ્તી મંજૂર જિયાઈજીએ કહ્યું કે વર્તમાન સમયમાં તાલિબાનનાં અફઘાનિસ્તાન પરનાં કબજા પછી કાબુલ એરપોર્ટ પર દેશ છોડી જનારાઓ માટેનાં લોકોની ભીડ ઘણી છે. ત્યાંની હાલત એટલી ખરાબ છે કે બેકાબુ ભીડ પર કાબુ મેળવવા માટે પણ ગોળીબાર કરવામાં આવી રહ્યા છે.
જેમાં નિર્દોષ લોકોનાં મૃત્યુ થાય છે, જેમાં માનવ અધિકારોનો ઉલ્લંઘન થઈ રહ્યું છે.સંઘાકાયા ફાઉન્ડેશનનાં અધ્યક્ષ બોધ ભંતેએ કહ્યું કે વિશ્વનાં તમામ દેશો અફઘાનિસ્તાનનાં લોકોની મદદે આવવું જોઈએ. યુવાચાર્ય સ્વામી અભયદાસજીએ ભારત સરકાર ને કહ્યું કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને ભારત પાછા લાવવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ જેથી ભારતીય લોકો સુરક્ષિત પોતાના દેશમાં પહોંચી શકે. આ વેબીનારનું સંચાલન રાજીવ મલ્હોત્રાએ તમામ અતિથીઓનું સ્વાગત કરીને તેમનાં વિચારોને ટી. એન. સી. ન્યૂઝ ચેનલ દ્વારા જન જન સુધી પહોંચાડવામાં સહયોગી ભૂમિકા ભજવી.