ઠગ મહિલાએ રાજકોટ, ભાવનગર સહીતના શહેરોમાં ‘કળા’ કર્યાની કબુલાત

વિધવા બુઝુર્ગ મહિલાઓને સરકારી વિધવા સહાય યોજના, પેન્શન યોજનાનો લાભ અપાવવાની લાલચ આપી છેતરપીંડી કરતી આણંદના ઉમરેઠની ઠગ મહિલાની વેરાવળ પોલીસે છેતરપીંડી કરી ભેગા કરેલ અઢી લાખના સોનાના દાગીના સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઠગ મહિલાએ રાજયમાં ભાવનગર, રાજકોટ, ગોધરા, સુરત, ભાવનગર સહીતના અનેક શહેરોમાં છેતરપીંડીથી વૃઘ્ધ મહિલાઓને છેતરી હોવાની સાથે  સાતેક વર્ષ પહેલા પાસામાં જેલની હવા પણ ખાઇ ચુકી હોલવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે.આ ઠગ મહિલા અંગે ડીવાયએસપી બાંભણીયા, તપાસનીસ પી.આઇ. ડી.ડી. પરમારે જણાવ્યું હતું કે, વેરાવળના આદીત્ય પાર્કમાં રહેતા કમીબેન રાજાભાઇ કોડીયાતર તા.ર૮ ડીસે.ના રોજ ખોડાદા ગામ જવા માટે વેરાવળ બસ સ્ટેશન ગયા હતા ત્યારે ત્રીસેક વષીની અજાણી મહિલા તેની પાસે આવી હતી અને પોતે પેન્શન યોજનામાં નોકરી કરતી હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે સરકારે હાલ વૃઘ્ધ મહિલાઓ માટે ખબુ સરસ યોજનાઓ અમલમાં લાવી છે. જેમાં તમને દર મહીને પેન્શન (પૈસા) તમારા બેંક ખાતામાં જમા થઇ જશે. તેવી લાલચ આપી સાથે રીક્ષામાં બેસાડી વેરાવળ સરકારી હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં ત્રીજા માળે લઇ જઇ યોજનાનો લાભ લેવા ફોટો પાડવાનું કહી પહેરેલા સોનાના દાગીના ઉતરાવી લીધા હતા.કમીબેને પહેરેલ દાગીના એક થેલીમાં મુકાવી ફોટો પડાવ્યો હતો. ત્યારબાદ ઉપર અધિકારી પાસે સહી સિકકા કરાવી આવવાનું કહી દાગીના રાખેલી થેલી લઇ છુમંતર થઇ ગઇ હતી.ઠગ  મહિલા સૈયદબાનું કોઇપણ શહેરમા જઇ હોટલમાં રોકાણ કરી પ્રથમ રેકી કરતી હતી ત્યારબાદ મોટી ઉમરની વિધવાઓને ટાર્ગેટ બનાવી વિધવા પેન્શન અપાવવાની લાલચ આપી યેનકેન પ્રકારે પેન્શન યોજનાના કાર્ડ માટે ફોટા પડાવતી વખતે ફોટામાં ધરેણા ન આવવા જોઇએ તેમજ પેન્શન મજુર કરનારા અધિકારી સોનાના ધરેણા પહેરેલ જોશે તો પેન્શન મંજુર કરશી નહીં તેવા બહાનાઓ કરી વિધવાઓને વિશ્ર્વાસમાં લઇ તેઓએ પહેરેલ ધરેણા ઉતરાવી પોતાની પાસે લઇ છૂમંતર થઇ છેતરપીંડી આચરતી હોવાનું પ્રાથમીક પુછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું. આ ઠગ  મહિલા સૈયદબાપું સને ૨૦૧૪થી આવી થીયરીથી છેતરપીંડીના ગુના આચરતી હોવાનું જાણવાા મળે છે.આ ગુનાનો ભેદ ઉકેલવા પીએસઆઇ એચ.બી. મુસાર, નટુભા બસીયા, દેવદાનભાઇ, એલ.એલ. મોરી, સુનીલ માંડણભાઇ, ગીરીશભાઇ મુળાભાઇ, મયુર મેપાભાઇ, અરજણ મેસુરભાઇ કમલેશ અરજણભાઇ, અશોક હમીરભાઇ વગેરે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.