- ભૂલકાઓને કુમકુમ તિલક કરી મોઢા મીઠા કરાવી પ્રવેશ અપાયો
બાબરા માં ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમ માં સરકારી કોલેજ ના પ્રિન્સિપાલ શ્રી મહેન્દ્રભાઈ પંડ્યા તથા લાઇસન્સ અધિકારી શિવકુંજભાઈ ખાચર હાજર રહેલ આ કાર્યક્રમ માં વિશેષ ઉપસ્થિતિ માં ભાજપ ના મહા મંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા તથા ભાજપ શહેર પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા તથા નગરપાલિકા પ્રમુખ પ્રવીણભાઈ કરકર તથા અશ્વિનભાઈ તથા એસ એમ સી અધ્યક્ષ ભૂપતભાઈ બસિયા તથા અન્ય મહાનુભવો હાજરી આપેલ આ કાર્યક્રમ માં આંગણવાડી અને બાલવાટિકા તથા ધોરણ એક માં બાળકોને પ્રવેશ આપ વામાં આવેલ જેમાં આંગણવાડી માં ચાર બાળકોને બાલવાટિકા તથા ધોરણ 1 માં12 બાળકોને પ્રવેશ આપવામાં આવેલ એમ કુલ 16 બાળકોને મહાનુ ભાવો દ્વારા પ્રવેશ આપવામાં આવેલ
ધ્રાંગધ્રા ના મોટી માલવણ ક્ધયા શાળા ખાતે ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત છત્રસિંહ ઠાકોર,અતુલભાઈ ઝેઝરીયા, બાબુભાઇ પટેલ સહિત આગેવાનો સાથે ઉપસ્થિત રહી બાલવાટીક,ક્ધયા શાળા અને કુમાર શાળા ના વિદ્યાર્થીઓ ને મોમેન્ટો આપી અભિનંદન આપ્યા…
આ કાર્યક્રમ ને સફળ બનાવવા ક્ધયા શાળા તેમજ કુમાર શાળા ના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
બગસરા શહેર ના પછાત વિસ્તારમાં આવેલી શાળા નંબર 4 માં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તથા જિલ્લા શિક્ષણ સમિતિ ના માર્ગદર્શન હેઠળ વર્ષ 2024-25નો શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ કાર્યક્રમ બગસરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ બાબુભાઇ બકરાણીયા ના અધ્યક્ષ સ્થાને દબદબાભેર ઉજવાયો.આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડીયા,સ્વસ્તિક શરાફી સહકારી મંડળી ચેરમેન મનોજભાઈ મહિડા, શહેર ભાજપ મહામંત્રી અશોકભાઇ પંડ્યા,નગરપાલિકા સદસ્યશ્રી કાળુભાઇ કિકાની તથા જયંતીભાઈ વેકરિયા,શિક્ષણવીદ જગદીશભાઈ બુમતારીયા,વગેરે ઉપસ્થિત રહી આંગણવાડી, બાલવાટિકા તથા ધો.1ના બાળકોને પ્રવેશ આપી પ્રોત્સાહિત કરાયા.
જૂનાગઢના કલેક્ટર અનિલકુમાર રાણા વસિયાએ ભેસાણ તાલુકાના મેંદપરા ગામે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.
કલેકટર એ બાળકોને પ્રોત્સાહિત કરી તેમજ તેજસ્વી બાળકોને સન્માનિત કર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં માળખાગત સુવિધાઓ વધારવામાં આવી છે તેમજ પ્રવેશ ઉત્સવ અંતર્ગત બાળકોને શૈક્ષણિક સાહિત્ય પણ વિનામૂલ્ય વિતરણ કરવામાં આવે છે તેનું પણ કલેક્ટર એ નિરીક્ષણ કર્યું હતું.
લીંબડી તાલુકાના ભલગામડા ગામે માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળામાં એમ બંને જગ્યાએ શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર ના સામાન્ય વહીવટ અને ચુંટણી વિભાગના સચિવ મૃગુદાસ મુદલીયાર ની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લીંબડી તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, સરપંચ સુખદેવસિંહ ઝાલા અને ગામના આગેવાનો નિરુભા રાણા ના હસ્તે બાલવાટિકામાં પ્રવેશ લેતા બાળકો ને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જ્યારે માધ્યમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર છાત્રોનુ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માધ્યમિક શાળા ના અવનીબા ઝાલા એ ગામની ઉપરોકત બંને શાળા ના વિદ્યાર્થીઓના ઘડતરમાં ભલગામડા ના વડીલો અને એસએમસી સમિતિ ના સભ્યોનો સિંહ ફાળો હોવાનું જણાવ્યું હતું. ભલગામડા ગામના અને અગ્રણી ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાલા નું સન્માન કરવામાં આવ્યું હતું.
કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ત્રિ–દિવસીય શાળા પ્રવેશોત્સવ –2024નો પ્રારંભ થયો છે ત્યારે કચ્છના લખપત તાલુકાના માતાના મઢ પ્રાથમિક શાળા ખાતે પ્રભારી સચિવશ્રી અને આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલે ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલ સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. શિક્ષણની યાત્રામાં પગરવ માંડતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ તેમજ સ્નેહભેર આવકાર આપીને પ્રભારી સચિવએ શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. બાલવાટિકામાં 37 અને ધો.01 માં 06 બાળકો એમ કુલ 43 બાળકોને પ્રભારી સચિવએ પ્રવેશ અપાવ્યો હતો.
અમરેલી તાલુકાના રજસ્થળી ગામે આજે પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી બાળકો માં ભણતર અને ગણતર ની શરૂઆત જ્યાંથી થાય છે એ સ્થળ એટલે નિશાળ (શાળા) .આજ રોજ 21 માં શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત અમરેલી તાલુકાના રાજસ્થળી પ્રાથમિક શાળા માં પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો,શાળા માં પ્રવેશ કરનાર બાળકોને કીટ વિતરણ કરવામાં આવી.અને 1 થી 8 ધોરણમાં 1 થી 3 નંબર લાવનાર વિદ્યાર્થી ને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા.ગામના દાતા વજુભાઈ કેશુભાઈ સાવલિયા દ્વારા તિથિ ભોજન અને કીટ આપવામાં આવી અને શૈલેષભાઈ સાંગાણી (વર્ણી બેસન) દ્વારા કીટ વિતરણ કરવામાં આવી હતી,
કુકાવાવ જીથુડી પ્રાથમિક શાળામાં તારીખ 26/ 6/ 2024 ના રોજ બાલવાટિકા અને ધોરણ એકમાં પ્રથમ દાખલ થવા પાત્ર બાળકોનો શાળામાં પ્રવેશોત્સવ યોજાયો હતો….
ગાંધીનગર થી વહીવટી વિભાગ માથી આવેલા અધિકારી રિતેશ પુરોહિત તેમજ કુકાવવાથી આવેલા દક્ષાબેન અને કુકાવાવ થી આવેલા આંગણવાડી ના અધિકારી સીડીપીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રવેશોત્સવમા બાળકો તેમના વાલીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ શાળાના આચાર્ય દ્વારા સુંદર આયોજન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુષ્ઠીબેન નિલેશભાઈ નિલેશભાઈ ઠુમર હાલ કેનેડા દ્વારા બાલ વાટિકા કીટ આપવામાં આવી હતી તેમજ શ્રેષ્ઠ બાળકોને કીટ શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી અને હિંમતભાઈ રામાણી દ્વારા બાળકોને બટુક ભોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળામાં શિક્ષકો અતુલભાઇ ઠક્કર સંદીપભાઈ સતાણી ભરતભાઈ ગોંડલીયા તેમજ શાળાના આચાર્ય નીલેશભાઈ ઠુંમર દ્વારા આ કાર્યક્રમમાં જોડાવા બદલ ગામ લોકોનો આભાર માન્યો હતો…..
આણંદપુર (ભા) પે સેન્ટર શાળામાં શાળા પ્રવેશોત્સવ તથા ક્ધયા કેળવણી મહોત્સવ –2024 ની ઉજવણી કરવામાં આવી હતી તેમાં મુખ્ય મહેમાન તરીકે ચોટીલા તાલુકા પંચાયત ના પ્રમુખ વાઘેલા પીઠાભાઈ,નાની મોલડી પોલીસ સ્ટેશન ના પીએસઆઈ પરમાર ચોટીલા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ મેનિયા ચોટીલા ભાજપ ઉપાધ્યક્ષ મંગળુભાઈ,સીઆરસી રાજેન્દ્રભાઈ પેટા શાળા ના આચાર્ય ઓ ગામના અગ્રણીઓ, વાલીઓ તથા તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.મહેમાનઓ દ્વારા બાળકો ને તેમના ઉજ્વળ ભવિષ્ય વિશે સમજ અને પ્રવેશ પામતા દરેક બાળકો ને કીટ વિતરણ અને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું.
ખીરસરા તાલૂકા શાળા તેમજ આંગણવાડીના બાળકોને શાળા પ્રવેશ
ખીરસરા તા.શાળા નવી પ્રા. શાળા તેમજ આંગણવાડી ના બાળકો ને શાળા પ્રવેશ કરાવતા સંયુક્ત માહિતી નિયામક અધિકારી સોનલબેન જોષીપુરા તેમજ હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયા યુવા ભાજપ ઉપપ્રમુખ જયેશફભાઇ સાગઠીયા સરપંચ મુકેશભાઇ મકવાણા તાલુકા ભાજપ ઉપપ્રમુખ માવજીભાઈ સાગઠીયા નાયબ મામલતદાર કુકડીયા સર્કલ નિખીલ ગોહેલ પૂર્વ ફોરેસ્ટ ગાર્ડ રેવતુભા જાડેજા તેમજ ગ્રામપંચાયત સભ્યો કમલેશભાઈ વાગડીયા મચછાભાઇ લાબરીયા શિક્ષક ગણ ની ઉપસ્થિતિ માં શાળા ની અભ્યાસ કિટ આપી બાળકો ને શાળા પ્રવેશ કરાવવામાં આવેલ