એસ.જી. હાઇવે પર સોલા વિસ્તારમાં 74000 ચોરસ વારમાં નિર્માણ પામનાર માઁ ઉમિયાધામ કેમ્પસ અને ઉમિયા માતાજી મંદિરના ત્રિ-દિવસીય શિલાન્યાસ મહોત્સવનો આરંભ કરાવતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ
અબતક, રાજકોટ
અમદાવાદના એસ.જી.હાઈવે સ્થિત સોલા વિસ્તારમાં 74 હજાર ચોરસવાર જમીન પર આશરે 1500 કરોડના ખર્ચ વિશાળ ર્માં ઉમિયાધામનું નિર્માણ કરવામાં આવશે જેમાં 13 માળની બે અલગ અલગ હોસ્ટેલ બિલ્ડીંગનુ નિર્માણ કરવામાં આવશે જેમાં 400 રૂમોમાં 1200થી વધારે વિદ્યાર્થીઓ રહી અભ્યાસ કરી શકશે. જ્યારે શ્રી ઉમિયા માતાજીનું મંદિર નાગરાદી શૈલીનું પ્રાચિન શાસ્ત્રોકત પધ્ધતિથી નિર્માણ પામશે આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ત્રિ-દિવસિય ર્માં ઉમિયા શિલાન્યાસ મહોત્સવનો આરંભ કરાવવાની સાથે જ વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની જવા પામ્યું છે.
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા ગુજરાતની આર્થિક રાજધાની સોલા-અમદાવાદમાં ર્માં ઉમિયા ધામ કેમ્પસ અને શ્રી ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે. આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ઉમિયાધામનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. સરધાર સ્વામીનારાયણ મંદિરના મૂતિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવવાનો ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં આજથી ર્માં ઉમિયાધામ કેમ્પસ અને શ્રી ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવનો આરંભ થયો છે. સવારે 51 કરોડ ‘શ્રી ઉમિયા શરણમ મમ’ મંત્રની પોથીયાત્રા નિકળી હતી. ત્યારબાદ શિલાન્યાસ મહોત્સવનો આરંભ થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આ શિલાન્યાસ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો આ તકે ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય ઉદઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતાં. પાટીદાર સમાજનાં શ્રેષ્ઠીઓ મૌલેશભાઈ ઉકાણી, જયસુખભાઈ પટેલ, જયરામભાઈ વાંસજાળીયાં હંસરાજભાઈ ધોળુ નરહરીભાઈ અમીન, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જગદીશભાઈ પંચાલ, પ્રદીપભાઈ પરમાર, સિધ્ધાર્થભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ અને શારદાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
આવતીકાલે નવચંડી મહાયજ્ઞ યોજાશેત જેમાં મુખ્ય યજમાન પદે શિલાન્યાસ મહોત્સવના મુખ્ય દાતા બાબુભાઈ જમનાદાસ પટેલ રહેશે. નવચંડી યજ્ઞમાં 101 પાટલાનું પૂજન કરવામાં આવશે. સોમવારે શિવા પૂજનનો કાર્યક્રમ યોજાશે. જેમાં 501 શિવાઓનુ પૂજન કરવામાં આવશે આ તકે બાબુગભાઈ જમનાદાસ પટેલ, જયંતિભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, ગણેશભાઈ પટેલ, સી.કે.પટેલ, પ્રતાપભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, પ્રહલાદભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ, ડી.ડી.પટેલ, બાબુભાઈ પટેલ, વિરેન્દ્રભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, કે.આઈ.પટેલ અને કિરીટભાઈ પટેલ, શીલા પૂજનના યજમાન તરીકે રહેશે. સોમવારે યોજાનારા શીલાપૂજન કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુખ્ય મહેમાન પદે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, પરેશભાઈ ધાનાણી, ગણપતભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, ગણેશભાઈ પટેલ સહિતનાં મહાનુભાવો ખાસ હાજરી આપશે.
મંદિરના નિર્માણમાં ખીલી જેટલા પણ લોખંડનો ઉપયોગ નહીં કરાય.
અમદાવાદ ખાતે નિર્માણ પામનાર ર્માં ઉમિયાધામની વિશેષતાઓ પર નજર કરવામાં આવે તો આ ઉમિયાધામ 74 હજાર ચોરસવાર જમીન પર 1500 કરોડના ખર્ચ નિર્માણ પામશે જેમાં 13 માળની બે હોસ્ટેલ બનાવવામાં આવશે જેમા વિદ્યાર્થીઓના રહેવા માટે 400 રૂમોનું નિર્માણ કરવામાં આવશે. સોલામાં વર્ષોથી ચાલતા શ્રી ઉમિયા કરિયર ડેવલપમેન્ટ કાઉન્સીલનું રિનોવેશન કરવામાં આવશે. 52 હજાર ચોરસ ફુટનો અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આધુનિક બેન્કવેટ હોલ, અન્નપૂર્ણા ભવન, વિશ્રામ ગૃહ અને આધુનિક મેડીકલ સ્ટોરનું નિર્માણ કરવામાં આવશે બે માળના બેઝમેન્ટમાં 1000થી વધુ કાર પાર્ક થઈ શકે તેવું વિશાળ પાર્કીંગ બનાવવામાં આવશે.જ્યારે અહિં નિર્માણ પામનારા શ્રી ઉમિયા માતાજીના મંદિરની વિશેષતા એ રહેશે કે માતાજીનું મંદિર નાગશદી શૈલીન પ્રાચિન શાસ્ત્રોકત પધ્ધતિથી બનશે મંદિરની લંબાઈ 255 ફુટ, પહોળાઈ 160 ફુટ, શિખર કળશ સુધીની ઉંચાઈ 132 ફુટ, મંદિરમાં સુંદર કોતરીવાળા 92 સ્તંભ બનાવવામાં આવશે. મંદિર નિર્માણમાં કયાંય ખીલી જેટલું પણ લોખંડ વપરાશે નહીં. જેથી મંદિરનું આયુષ્ય અનેક સદીઓ સુધી યથાવત રહેશે. મંદિર સંપૂર્ણપણે ભગવાન વિશ્ર્વકર્માએ કરેલા શાસ્ત્રોકત શીલ્પ સ્થાપત્ય વિધીથી બનશે.