જરૂરિયાતમંદોને મદદરૂપ થવા ઉમિયા પરિવાર સમિતિના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયાની હાકલ

કડવા પાટીદારોના આસ્થાનું કેન્દ્ર ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા પ્રવર્તમાન સમયે કોરોનાની મહામારી સમયે રાજય સરકારને મદદરૂપ થવા માટે મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂા.૧૧ લાખનું યોગદાન જાહેર કરવામાં અ વ્યું છે. તાજેતરમાં રાજકોટ કલેકટરને ઉમિયાધામ સિદસરના આગેવાનોએ ચેક અર્પણ કર્યો હતો.

વિશ્ર્વભરનામા કોરોનાની મહામારી સમયે કેન્દ્ર રાજય સરકાર દ્વારા પ્રજાજનો માયે થઈ રહેલી કામગીરીમાં આર્થિક રૂપે મદદરૂપ થવાના આશય સાથે ઉમિયા માતાજીનું મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મોલેશભાઈ ઉકાણી તથા ટ્રસ્ટી ચીમનભાઈ શાપરીયાએ રાજકોટ કલેકટર રેમ્યા મોહનને ઉમિયા માતાજી મંદિર દ્વારા રૂા.૧૧ લાખનો ચેક મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કર્યો છે.

ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયાએ આ પરિસ્થિતિમાં જરૂરીયાતમંદોને મદદરૂપ થયા ઉમિયા પરિવાર સમિતિને હાકલ કરી છે. સંસ્થાના ચેરમેન મોલેશભાઈ ઉકાણીએ જણાવ્યું છે કે કોરોનાની મહામારીમાં સામાજીક સંસ્થાઓ તંત્રને સહયાગે બની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.