મવડી રોડી બીડીપત્તા સોસાયટી સુધી સ્ટ્રોમ વોટર લાઈન નખાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં.૧૨માં રૂ.૨.૬૭ કરોડના ખર્ચે ઉમિયા ચોકથી બાપાસીતારામ ચોક સુધી તેમજ વોર્ડ નં.૧૧માં રૂ.૩.૪૪ કરોડના ખર્ચે મવડી રોડથી બીડીપત્તા સોસાયટી સુધી સી.સી. રોડ તથા સ્ટ્રોમ વોટર કામનું ખાતમુહૂર્ત સાંસદ મોહનભાઈ કુંડારીયાના વરદ હસ્તે કરાયું.
વોર્ડ નં.૧૨માં રૂ.૨.૬૭ કરોડના ખર્ચે ઉમિયા ચોકથી બાપા સીતરામ ચોક સુધી કુલ ૫૬૦૦ ચો.મી. એરિયામાં હાઈ વોલ્યુમ ફ્લાયએશ-એમ.-૦૪ ગ્રેડ (એચ.વી.એફ.એ.) થી સિમેન્ટ કોંક્રીટ રોડ બનાવવામાં આવશે. તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ૧૬૦૦ રનીંગ મીટરની લંબાઈમાં ૯૦૦/૬૦૦ એમ.એમ.ડાયાના આર.સી.સી. એન.પી.-૩ ક્લાસના પાઈપ લાઈનને લેઈંગ કરવામાં આવશે. તથા અન્ડર ગ્રાઉન્ડ યુટીલીટી માટે અન્ડર ગ્રાઉન્ડ સર્વિસ પાઈપ નાખવામાં આવશે. વધુમાં, સિમેન્ટ રોડની સાઈડમાં ૧.૫૦ મીટર પહોળાઈમાં ૨૪૦૦ ચો.મી. એરિયામાં ઇન્ટર લોકીંગ પેવિંગ બ્લોક લગાડવામાં આવશે. આ સિમેન્ટ કોંક્રીટ રોડ તૈયાર થવાથી ઉમિયા ચોકથી બાપાસીતારામ ચોક સુધી આશરે ૧૫ થી ૨૦ સોસાયટીના લોકોને ચોમાસાની ઋતુ દરમ્યાન પાણી ભરવાના પ્રશ્નનું નિરાકરણ આવશે. તેમજ ગોકુલધામ મેઈન રોડ પરથી આવતું વરસાદી પાણીનો પણ યોગ્ય તથા ઝડપથી નિકાલ થાય થશે. જેથી વરસાદી પાણી ભરવાના પ્રશ્નનું નિરાકરણ થતા અંદાજીત ૧૫ હજારની વસ્તીને લાભ થશે.
વોર્ડ નં.૧૧માં રૂ.૩.૪૪ કરોડના ખર્ચે મવડી મેઈન રોડ થી બીડી કામદાર સોસાયટી સુધી કુલ-૭૦૦૦ ચોરસ મીયાત હાઈ વોલ્યુમ ફલાયએશ-એમ.-૪૦ ગ્રેડ (એચ.વી.એફ.એ.) થી સિમેન્ટ કોંક્રીટ રોડ બનાવવામાં આવશે. તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ૧૮૦૦ રનીંગ મીટરની લંબાઈમાં ૯૦૦ તથા ૧૨૦૦ એમ.એમ.ડાયાના આર.સી.સી. એન.પી.-૩ ક્લાસના પાઈપ લાઈનને લેઈંગ કરવામાં આવશે. તથા અન્ડર ગ્રાઉન્ડ યુટીલીટીઝ માટે અન્ડર ગ્રાઉન્ડ સર્વિસ પાઈપ નાખવામાં આવશે. વધુમાં, સિમેન્ટ રોડની સાઈટમાં ૧.૦૦ મીટર પહોળાઈમાં ૨૦૦૦ ચો.મી. એરિયામાં ઇન્ટર લોકીંગ પેવિંગ બ્લોક લગાડવામાં આવશે. આ સિમેન્ટ કોંક્રીટ રોડ તૈયાર થવાથી મવડી મેઈન રોડથી બીડી કામદાર સોસાયટી સુધી આશરે ૧૫ થી ૨૦ સોસાયટીના લોકોને ચોમાસાની ઋતુ દરમ્યાન પાણી ભરવાના પ્રશ્નનું નિરાકરણ આવશે. તેમજ મવડી મેઈન રોડ તથા લાગુ વોર્ડ નં.૧૨માંથી આવતું વરસાદી પાણીનો પણ યોગ્ય તથા ઝડપી નિકાલ થશે. જેથી વરસાદી પાણી ભરવાના પ્રશ્નનું નિરાકરણ થતા અંદાજીત ૧૨ હજારની વસ્તીને લાભ થશે.