પ્રસિધ્ધ વકતા સંજય રાવલ દ્વારા ‘ફિયર લેસ લાઈફ’ મોટીવેશનલ સેમિનાર
ઉમિયા યુવા ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા ઉમિયા પરિવારના તમામ યુવકો અને યુવતીઓ ૧૫થી ૩૫ વર્ષ માટે તા.૨ ને શનિવારના રોજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ રાજકોટ ખાતે સાંજે ૫ કલાકે ઉડાન એક અલગ વિચાર શિર્ષક સાથે યુવા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.
યુવાનધનને નવી પાંખો અને આં આપી ઉંચી ઉડાન ભરાવવા માટે મુખ્ય સહયોગી સંસ્થા પટેલ સેવા સમાજ રાજકોટ અને પટેલપ્રગતિ મંડળ રાજકોટના ટ્રસ્ટી મંડળ, કારોબારી સમિતિ , સંગઠ્ઠન સમિતિ તથા મહિલા મંડળનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયેલ છે. આ સેમીનારના મુખ્ય સ્પોન્સર તરીકે પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઈ છગનભાઈ કણસાગરા ફિલ્ડ માર્શલ પરિવાર અને પટેલ સેવા સમાજના ટ્રસ્ટી નંદલાલ લક્ષ્મણભાઈ માંડવીયા એલ.જી. પટેલ પરિવાર એ મુખ્ય સ્પોન્સર દાતા બનેલા છે. તથા અન્ય સ્પોન્સર દાતાઓ પણ સાથે સામેલ છે. અબતકની મુલાકાતે આવેલ આગેવાનોએ જણાવ્યું હતુ.
પ્રમુખ રવિભાઈ ચાંગેલા, ઉપ્રપમુખ હિરેનભાઈ સાપોવાડીયા તથા અન્ય ટ્રસ્ટી મંથન ડઢાણીયા , ડો.મિલન ઘરસંડીયા, ડો.કે.વી. પટેલ, ડો. મનિષ વિડજા, કેવલ ખીરસરીયા, જય કડીવાર, દેવેન દેત્રોજા, અંકુર માકડીના માર્ગદર્શનમાં સેમિનારને સફળ બનાવવા માટે ઉમિયા યુવા ફાઉન્ડેશનની ટીમ તથાક સમાજના મહિલા મંડળના પ્રમુખ વિજયાબેન વાછાણી, રાજેશ્રીબેન રોજીવાડીયા, હેતલબેન કાલરીયા, કંચનબેન મારડીયા, ચંદ્રીકાબેન ટીલવા, સુરેખાબેન કનેરીયા, નયનાબેન ડાંગરેસીયા વર્ષાબેન મોરી, ગીતાબેન ગોલ, વર્ષાબેન મોરી, શીતલબેન દેકીવાડીયા, રીટાબેન કાલાવાડીયા સખત જહેમત ઉઠાવી રહ્યા છે.
ઉમિયા યુવા ફાઉન્ડેશનના પ્રમુખ રવિભાઈ ચાંગેલાના જણાવ્યા મુજબ આ યુવા સંમેલનને સફળ બનાવવા માટે સ્ટેઈજ, પાર્કિંગ, બેઠક, વ્યવસ્થા રજીસ્ટ્રેશન જેવી સમિતિઓની રચના કરવામાં આવી છે. સંમેલનમાં રાજકોટ, મેટોડા તથા શાપર (વેરાવળ)ના યુવક યુવતીઓ વ્યવસ્થાની સરળતા માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી, એન્ટ્રીપાસ મેળવીનેજ ભાગ લઈ શકશે એક આગવા વિચાર સાથે આયોજીત આ યુવા સેમીનારમાં મોટી સંખ્યામાં ઉમટી પડવા હાકલ કરવામાં આવી છે. વધુ વિગતો માટે સ્પીડવેલ પાર્ટી પ્લોટ નો સંપર્ક કરવો મો. ૯૪૦૮૧ ૭૫૧૧૧ તેમજ રવિભાઈ ચાંગેલા મો. ૯૮૨૪૯ ૦૬૬૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.