સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓનું કરાયુ લોકાર્પણ: આગામી દિવસોમાં વધુ ૨ હજાર લાભાર્થીઓને છત્રીનું કરાશે વિતરણ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે ગાંધીનગર ખાતેથી સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત વધુ ત્રણ પગલાં જેવા કે ફળ- ફૂલ શાકભાજીના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી વિતરણ, સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ અને કાંટાળી તારની વાડ માટેની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેના ભાગરૂપે ગીર રસોમનાથ જિલ્લામાં ફળશાકભાજીના છુટક વિક્રેતાઓને આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત વિના મૂલ્યે છત્રી તેમજ સ્માર્ટ હેંડ ટુલ કીટ યોજનાના મંજુરી હુકમ રાજ્યબીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા અને મહાનુભાવોના હસ્તે ફળ-શાકભાજીના લાભાર્થી દીપકભાઈ મુરબીયા, જીવાભાઇ વાજા, રમેશભાઈ કામડિયા, મોહનભાઈ વાસણ, ભારતીબેન ગઢીયા અને હેન્ડ ટુલ્સ કિટના લાભાર્થી જેસિંગભાઈ રાઠોડ, હરીભાઇ જાદવ, અરજણભાઈ ગોહિલ અને ભગતસિંહ મોરીને વિતરણ કરાયા હતા.
નાયબ બાગાયત નિયામક એ.એમ.દેત્રોજાએ શાબ્દિક સ્વાગત કરી ફળ શાકભાજીના છુટક વિક્રેતાઓને છત્રીનુ મહ્ત્વ સમજાવી તથા કાપણી બાદના ફળ અને સાકભાજીના ૩૫ % જેટલો થઇ રહેલ બગાડ અટકાવી શકાશે. તથા આવનાર સમયમાં મુલ્ય વર્ધન દ્વારા પણ આવકમા વધારો કરવાનું સુચવ્યુ હતુ.ગીર સોમનાથ જિલ્લાના ૨૦૦૦ ફળ શાકભાજીના છુટક ધંધાર્થીઓને વિના મુલ્યે છત્રીનું વિતરણ કરવામાં આવશે. ગત વર્ષ ૨૦૧૯-૨૦માં રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ૩૧૭૮ ખેડુતોને ૮.૭૮ કરોડની તેમજ બાગાયત વિભાગ દ્વારા ૨૧૭૯ ખેડુતોને ૩.૩૭ કરોડની વિવિધ યોજનાઓની સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, અગ્રણી ડાયાભાઇ જાલોનધરા, ધીરુભાઈ સોલંકી, માનસીભાઈ પરમાર સહિતના મહાનુભાવો સહભાગી થયા હતા. કાર્યક્રમનું આયોજન પ્રોજેક્ટ ડાઇરેક્ટર એમ. એમ. કાસોંન્દ્રાએ અને સંચાલન શિક્ષક દિપકભાઈ નિમાવતે કર્યું હતું.