Abtak Media Google News

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 20 ટકાથી વધુ : સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 39.74 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 108 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા ગામમાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.16/07/2024ના રોજ સવારે 06.00 કલાક પુરા થતા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ૭ ઇંચ અને નર્મદા જિલ્લાના ગરુડેશ્વર, નાંદોદ તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે તેમજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં અને નવસારીના ચીખલી તાલુકામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાસ વરસાદ 20 ટકાથી વધુ નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં 39.74 સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ઉતર ગુજરાત ઝોનમાં 21.52, દક્ષિણ ગુજરાત ઝોનમાં 37.65, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 22.26 અને કચ્છ ઝોનમાં 39.10 ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આ ઉપરાંત લીલા, મહુવા, વિજયનગર, સાવરકુંડલા, ગોધરા, પલસાણા તાલુકામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે તેમજ સિનોર, અમરેલી, ગોંડલ, રાધનપુર, આણંદ, ભિલોડા, તારાપુર, નવસારી, હિમતનગર, વિસાવદર, લખતર, જેસર અને અંજાર તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. મેઘરજ, મહેસાણા, બેચરાજી, મુન્દ્રા, કરજણ, અમદાવાદ સીટી, ઈડર, જલાલપોર, તળાજા, ખંભાત, સંતરામપુર, લીંબડી, વઢવાણ, ગળતેશ્વર, પેટલાદ અને વસો તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આ ઉપરાંત સિદ્ધપુર, ભુજ, ગાંધીધામ, સાવલી, મહેમદાવાદ, સંજેલી, જાફરાબાદ, બાવળા, પ્રાંતિજ, કોડીનાર, વાઘોડિયા, નડીઆદ, ખાનપુર, કેશોદ, ધોળકા, સોજીત્રા, સાણંદ, સંખેડા, ખેરાલુ, સમી તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. જયારે જુનાગઢ, જુનાગઢ સીટી, બોડેલી, વંથલી, ડેડીયાપાડા, દેસર, ધારી, માંગરોળ, કલ્યાણપુર, બગસરા, માલપુર, વીરપુર, જોટાણા, દેહગામ, સુબીર, લુણાવાડા, ફતેહપુર, ચુડા, ચાણસ્મા, ઝાલોદ, માતર, વિસનગર જેતપુર, અને માંડલ તાલુકા મળી કુલ ૨૧ તાલુકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.