ઉમરગામના સરીગામ બાયપાસ ખાતે મદુરા ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ અને G.P.C.Pના સંયુક્તથી સ્વચ્છતા હી સેવા” અભિયાનની ઉજવણી કરાઈ હતી. રાષ્ટ્રપીતાં ગાંધીજીનાં જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યો હતો.જ્યાં કાર્યક્રમ અંતર્ગત G.P.C.Pના અધિકારી,મદુરા ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલના પ્રમુખ, તેમજ કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે કાર્યરત મદુરા ( Madura ) ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સરીગામ દ્વારા “સ્વચ્છ ભારત અભિયાન” નો કાર્યક્રમ યોજાયો , આજે 2જી ઓકટોબર રાષ્ટ્રપીતાં ગાંધીજીનાં જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાનની ખાસ ઉજવણીમાં સરીગામ જીઆઇડીસી વિસ્તારોમાં સ્વચ્છતા મિશન આરંભી “સ્વચ્છતા હી સેવા” અભિયાનની હર્ષ અને ઉલ્લાસે ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી, કાર્યક્રમ અંતર્ગત જીપીસીબીના અધિકારી એ.ઓ ત્રીવેદી, રાજેશ મહેતા, મદુરા ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ ના પી.બી ચંદ્રા, એસ.આઈ.એ ના પ્રમુખ નિર્મલ દુધાની, નોટિફાઇડ નાં નીતિન ઓઝા, આનંદ પટેલ , સમિમ રીઝવી,કિશોર ગજેરા, દામોદર પારીખ, સહિત મોટી સંખ્યામાં મદુરા ( Madura) કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, ઉપસ્થિત ઉદ્યોગપતિઓએ મદુરા ( Madura ) કંપનીને અને મધુરા કંપનીના પી.બી ચંદ્રા ની પ્રશંસા કરી જણાવ્યું હતું કે મદુરા કંપની હંમેશા લોક સેવા અને સામાજિક સેવામાં તત્પર રહેતી હોય છે, જેઓ હંમેશા લોક હિતમાં એક સરસ કામગીરી કરતી હોય છે, આમંત્રણ ને માન આપી આવેલા તમામ લોકોનું મદુરા (Madura ) કંપની દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો,