- પંદર કરોડનાં માર્ગોના નવીનીકરણના વિકાસકામોનું રાજ્યના નાણાંમંત્રીએ કર્યું ખાતમુહુર્ત
- નાણાંમંત્રી કનુ દેસાઈએ 30 એપ્રિલ સુધીમા કાર્ય પૂર્ણ થવાનો આશાવાદ વ્યક્ત કર્યો
- સરીગામ ઉદ્યોગો સાથે સંકળાયેલ હોવાથી આ માર્ગો મહત્વના
- સરીગામ GIDCના બાયપાસ, કાલઈ રસ્તા સહીતના રસ્તા બનશે
- ધારાસભ્ય, ભાજપનાં આગેવાનોએ અને ઉદ્યોગકારો રહ્યા ઉપસ્થિત
વલસાડ જિલ્લાનાં ઉમરગામ તાલુકાના સરીગામ GIDSનાં બાયપાસ રસ્તો અને કાલઈ રસ્તો મળી કુલ પંદર કરોડનાં માર્ગોનું નવીનીકરણ કરવા નાણાંમંત્રીએ ખાતમુહુર્ત કર્યું હતું. તેમજ ઉમરગામ તાલુકાના ધારાસભ્ય સહિત ભાજપનાં આગેવાનો અને ઉદ્યોગ જગતના લોકોએ હાજરી આપી હતી. આગામી દિવસોમા ઉમરગામ તાલુકાના મોટા ભાગના માર્ગોનીં કામગીરી પૂર્ણ થાય તેવો આશાવાદ રાખવામાં આવી રહ્યો છે.
અનુસાર માહિતી મુજબ, વલસાડ જિલ્લાનાં ઉમરગામ તાલુકાના સરીગામ GIDSનાં બાયપાસ રસ્તો અને કાલઈ રસ્તો મળી કુલ પંદર કરોડનાં માર્ગોનું નવીનીકરણ કરવા નાણાંમંત્રીએ ખાતમુહુર્ત કર્યું હતું. તેમજ ગુજરાતનાં નાણાંમંત્રી કનુ દેસાઈએ ખાતમુહુર્ત કરી આગામી 30 એપ્રિલ સુધીમા પૂર્ણ થાય એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ઉમરગામ તાલુકાના સરીગામ ખાતેનો આ માર્ગ જરૂરિયાત વાળો હતો.
લાંબા સમયથી સરીગામ ઉદ્યોગો સાથે સંકળાયેલા બાયપાસ માર્ગ નીં દયનીય હાલત સામે રજૂઆતો થઈ છે. તેમજ ઉમરગામ તાલુકાના ધારાસભ્ય સહિત ભાજપનાં આગેવાનોએ અને ઉદ્યોગ જગતના લોકોએ હાજરી આપી હતી. આ ઉપરાંત આગામી દિવસોમા ઉમરગામ તાલુકાના મોટા ભાગના માર્ગોનીં કામગીરી પૂર્ણ થાય તેવો આશાવાદ રાખવામાં આવી રહ્યો છે.
અહેવાલ : રામ સોનગઢવાલા