ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કોઈ અઘટિત ઘટના ન ઘટે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીનું આયોજન થાય તે માટે ગુજરાત પોલીસ વધુ સતર્ક બની છે. રાજ્યના દરેક જીલ્લા. તાલુકામાં પોલીસ એક્શન મોડમાં આવી છે ત્યારે આજ રોજ વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકામાં પોલીસ દ્વારા સઘન તપાસ ચાલુ કરાઈ છે.
મળતી માહિતી મુજબ ઉમરગામમાં ચૂંટણીને લઈને હથિયાર કે દારૂની હેરાફેરીને લઈને પોલીસનું કડક વાહન ચેકિંગ હાથ ધરાયું છે. વલસાડ જિલ્લાનો ઉમરગામ તાલુકો સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રને જોડતો વિસ્તાર છે તેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આ કાર્ય ચાલુ કરાયું છે.
હાલ વેકેશનને લઈને બહારથી આવતા વાહનોનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે. વાહનોની કડક ચકાસણી થઈ રહ્યું છે ત્યારે કોઈ અનઈચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડક તપાસ કરવામાં આવી રહી છે.
દમણ: જંબુરી ચેકપોસ્ટથી 16 લાખની બિનહિસાબી રોકડ જપ્ત
ચૂંટણીને લઈ પોલીસ એકશનમાં છે ત્યારે તપાસ દરમિયાન દમણની જંબુરી ચેકપોસ્ટથી 16 લાખની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણી પંચની સ્ટેટસ્ટિક ટિમ અને પોલીસની ટિમ ને ચેકીંગ દરમિયાન રૂપિયા મળ્યા હતા.