ચોમાસાની શરૂઆત થતા જ તંત્રની અંણધડ કામગીરીની પોલ ખુલી છે. ઠેક ઠેકાણે રોડ રસ્તામાં ભુવા તો ક્યાંક પાઇપલાઇન તૂટવાના બનાવ બન્યા છે. ત્યારે વલસાડમાં પણ ભારે વરસાદ પડતાં સંજાણ -હુમરણને વારોલી નદીનાં બંન્ને છેડે પુલને જોડતો એપ્રોચ ભાગમાં ભંગાણ પડ્યું છે.
ઉમરગામના સંજાણ-હુમરણને જોડતા વારોલી નદી પરના આ પુલને રીપેઈર કરવા માર્ગ અને મકાન (પંચાયત) વિભાગે કોન્ટ્રાક્ટરને તાકીદ કરતા કામગીરી શરૂ થઈ ગઈ છે.
છેલ્લા કેટલાક દિવસથી પુલનાં બંન્ને છેડે એપ્રોચનું કોન્ટ્રાક્ટર દ્વારા અડધું કામ કરાતાં પુલ પરથી પસાર થતા લોકોનો જીવ મોતનાં મુખમાં મુકી દીધો હતો. અધુરું કામ બાબતે રાહદારીઓની બુમરેંગ થતાં, આજરોજ બાકીનું કામ પુરૂ કરવાં કોન્ટ્રાક્ટર અને માર્ગ-મકાન વિભાગ, તબલાં સારંગી લઈ આવી પહોંચ્યા હતાં. કામ અધૂરું મુકવાની તપાસ કરતાં એવી વિગત સામે આવી કે, આ કામ કરવાં કોન્ટ્રાક્ટરે માર્ગ અને મકાન (પંચાયત)નાં અધિકારી પાસે કોઈ બીલ મુકવું નહીં. આ કામ કોન્ટ્રાક્ટરે ધર્મદામાં કરવાનું હોવાથી, કામ અડધું મુકી દીધાંનુ જાણવા મળ્યું હતું.
સદર પુલ સંજાણ-હુમરણથી પસાર થતી વારોલી નદી પર થોડાં વર્ષ પુર્વે બનાવવામાં આવ્યો હતો. જેમાં રોડનું બ્યુટીફીકેશનમાં વેઠ ઉતારવામાં આવી હતી. વળી, આ કરોડો રૂપિયાનાં ખર્ચે બનાવવામાં આવેલો પુલ પર કલર કામ પણ પુરૂં ન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. હવે આ પુલનાં એપ્રોચમાં ભંગાણ કેમ પડ્યું? પ્રથમ વરસાદે જ નુકસાની ? તે તપાસનો વિષય છે. પરંતુ આ બાબતે કોન્ટ્રાક્ટર કે અન્ય કોઈ અધિકારીઓ કઈ બોલવાં તૈયાર નથી..!