- સરીગામમાં “મૂળભૂત વિદ્યુત સલામતી અને સ્થિર વીજળી” વિષયક સેમિનાર યોજાયો
- ફાર્માસ્યુટિકલ્સના ચિરાગ પટેલ દ્વારા અપાયું માર્ગદર્શન
- સરીગામ GIDCના વિવિધ ઉદ્યોગોના 100 પ્રતિનિધિઓએ આપી હાજરી
ઉમરગામ તાલુકાના સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભાખંડમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી વલસાડ, વિદ્યુત નિરીક્ષક કચેરી વલસાડ અને સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશના સંયુક્ત ક્રમે “મૂળભૂત વિદ્યુત સલામતી અને સ્થિર વીજળી” માટે સલામતી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ દરમિયાન ઉદ્યોગકારોને વિદ્યુત સલામતીના મહત્વ, સુરક્ષા ઉપાયો, આગ અને અનિચ્છનીય ઘટના નિવારણ માટેના પગલાં અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સરીગામ GIDCના વિવિધ ઉદ્યોગોના 100 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ દરમિયાન ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી વલસાડના એમ.સી. ગોહિલ, વિદ્યુત નિરીક્ષક ચિરાગ પટેલ, સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નિર્મલ દુધાની, ઉપપ્રમુખ કમલેશ વાસવાની, કૌશિક પટેલ, આનંદ પટેલ, કમલેશ ભટ્ટ સહિતના કમિટી મેમ્બરો હાજર રહ્યા હતા.
ઉમરગામ તાલુકાના સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભાખંડમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી વલસાડ, વિદ્યુત નિરીક્ષક કચેરી વલસાડ અને સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે “મૂળભૂત વિદ્યુત સલામતી અને સ્થિર વીજળી” માટે સલામતી માર્ગદર્શન સેમિનાર યોજાયો.
આ સેમિનારમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી વલસાડના એમ.સી. ગોહિલ, વિદ્યુત નિરીક્ષક ચિરાગ પટેલ, સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નિર્મલ દુધાની, ઉપપ્રમુખ કમલેશ વાસવાની, તેમજ કૌશિક પટેલ, આનંદ પટેલ, કમલેશ ભટ્ટ (માજી પ્રમુખ) સહિત કમિટી મેમ્બરો હાજર રહ્યા હતા.
સેમિનારમાં સરીગામ GIDCના વિવિધ ઉદ્યોગોના 100 પ્રતિનિધિઓએ હાજરી આપી, જેમાં મેકલોડસ ફાર્માસ્યુટિકલ્સના ચિરાગ પટેલ દ્વારા “મૂળભૂત વિદ્યુત સલામતી અને સ્થિર વીજળી” અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું.
સેમિનાર દરમિયાન ઉદ્યોગકારોને વિદ્યુત સલામતીના મહત્વ, સુરક્ષા ઉપાયો, આગ અને અનિચ્છનીય ઘટના નિવારણ માટેના પગલાં અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સેમિનારનો હેતુ ઉદ્યોગિક એકમોમાં સલામત કાર્ય પ્રણાલી વિકસાવવા અને અકસ્માતની શક્યતાઓ ઘટાડવાનો હતો. આ કાર્યક્રમથી ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ વિદ્યુત સલામતી અંગે ઉપયોગી માહિતી મેળવી અને પોતાના એકમોમાં સુરક્ષાને વધુ પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
અહેવાલ: રામ સોનગઢવાલા