કંપનીની 23મી વાર્ષિક સાધારણ સભામાં લેવાયો નિર્ણય : આદનમાં ચાઇના ને પાછળ રાખ્યું
ભારત દેશ દરેક ક્ષેત્રમાં આગળ આવી રહ્યું છે. ત્યારે અલ્ટ્રાટેક સિમેન્ટની 23મી વાર્ષિક સાધારણ સભામાં એક મહત્વપૂર્ણ નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો જેમાં 20 કરોડ ટન એટલે કે 200 મિલિયન ટન પ્રતિ વર્ષ ઉત્પાદન કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવેલો છે. હાલ કંપની તેની મૂળભૂત ઉત્પાદન ક્ષમતામાં 22.6 મિલિયન ટન પ્રતિ વર્ષની ઉત્પાદન શક્તિ વધારવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે. આ વધારાની ઉત્પાદન ક્ષમતામાં વધારો થતા કંપનીનું સિમેન્ટ ઉત્પાદન 160 મિલિયન ટન પ્રતિ વર્ષનું થઈ જશે.
હાલની જે સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા છે તે ક્ષમતા ચાઈનાથી પણ ઘણી વધુ છે ત્યારે આવનારા દિવસોમાં કંપની 20 કરોડ ટન નું ઉત્પાદન કરી વિશ્વની નંબર વન સિમેન્ટ કંપની બનશે તેવું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2022માં અલ્ટ્રાટેક સિમેન્ટ 132.4 મિલિયન ટન પ્રતિ વર્ષ ઉત્પાદનની ક્ષમતા ઉમેરી હતી જેમાં વધારો 5.5 મિલિયન ટન પ્રતિ વર્ષનો કરવામાં આવ્યો છે. હાલ ભારત જે રીતે જેટ ગતિથી આગળ વધી રહ્યું છે તેને ધ્યાને લઈ આવનારા દિવસોમાં દેશની અર્થવ્યવસ્થાની સાથો સાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ અલ્ટ્રાટેક સિમેન્ટનું યોગદાન અનેરૂ જોવા મળશે.
કંપનીની ઉત્પાદન શક્તિમાં વધારો થતા જ નાણાકીય વર્ષ 2022-23 માં અલ્ટ્રાટેક સિમેન્ટ 63240 કરોડ રૂપિયાની આવક રડી હતી જે હવે આવનારા દિવસોમાં વધશે તેવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. લોકો ને યોગ્ય સેવાઓ મળી રહે તે મુદ્દાને હાથ ધરી કંપની આવનારા વર્ષો માટેનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે. કંપની પાસે 23 ઉત્પાદન યુનીટો, 29 ગ્રાઇન્ડીંગ યુનીટો તથા આઠ મોટા પેકેજીંગ ટર્મિનલ છે જેમાં હજુ પણ વધારો કરવામાં આવશે.