આવતીકાલથી દેશભરમાં જી.એસ.ટી. કાયદો અમલમાં આવી રહ્યો હોય આ કાયદો વેપારીના ધંધા રોજગાર માટે અવરોધ‚પ સાબીત થાય તેમ હોય તેના વિરોધમાં ઉપલેટા શહેરને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અપાયેલા બંધના એલાનનો અભૂતપૂર્વ સફળતા મળેલ હતી તમામ નાના મોટા વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ પાડી કેન્દ્ર સરકાર સામે રોષ વ્યકત કરી બસ સ્ટેન્ડ ચોકથી રેલી સ્વરુપે મામલતદાર કચેરી થઇ મામલતદાર ને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવેલ હતું.
આજે સવા
રે ચેમ્બર ચોક કોમર્સ દ્વારા અપાયેલા બંધ ના એલાનને પગલે ઉપલેટાની કટલેરી બજાર રાજમાર્ગ વિજળી રોડ બડાબજરંગ રોડ જીકરીયા ચોક બસ સ્ટેન્ડ ચોક બાવલા ચોક સહીતના વિસ્તારો સંપૂર્ણ બંધ રહેવા પામેલ હતા. બંધના એલાન બાદ વેપારીઓ એ કેન્દ્ર સરકાર દ્વારા આવતી કાલથી અમલમાં આવતો જીએસટીનો કાળો કાયદાનો વિરોધ કરી કેન્દ્ર સરકાર સામે સૂત્રચારો કરી આ કાયદાને પાછો ખેંચો તે વેપારીની માંગ પૂરી કરો સો વેપારીઓએ વિરોધ નોંધાવેલ હતો. વેપારીઓના વિવિધ અસો.ના દ્વારા બસ સ્ટેન્ડ ચોકી એક વિશાળ રેલી કાઢી શહેરના રાજમાર્ગ ઉપર ઈ મામલતદાર કચેરી પહોંચી ત્યાં જી.એસ.ટી.ના કાયદાને પાછો ખેંચી લેવા સો વડાપ્રધાનને સંબોધી એક આવેદનપત્ર આપવામાં આવેલ હતું.
આ તકે ચેમ્બરના પ્રમુખ હસુભાઈ પંડયા, મંત્રી વિનુભાઈ ઘેરવડા, ભલુભાઈ ગોધીયા, રમેશભાઈ સાવલિયા, હમીદભાઈ વિજાણી, મુકેશભાઈ ગજ્જર, મયંકભાઈ રાવલ, ચંદુભાઈ જાવિયા, વિઠલભાઈ સોજીત્રા, ચંદુભાઈ સુતરિયા, અશોકભાઈ વડાલિયા, અલ્પેશભાઈ વોરા, બાબુભાઈ ડેર, હા‚નભાઈ માલવિયા સહિત આગેવાનો જોડાયા હતા.
ઉપલેટા વેપારીઓ બંધના એલાનમાં ઉપલેટા પ્લાસ્ટીક એસો. જોડાઈને આજે તમામ પ્લાસ્ટીક ઉત્પાદકના કારખાના બંધમાં જોડાઈને એસો.ના પ્રમુખ નંદલાલ ઉઘાડના આગેવાનીમાં મામલતદારને આવેદન પણ આપવામાં આવેલ હતું.
ઉપલેટા માર્કેટીંગ યાર્ડ સંપૂર્ણ બંધ
ચીજ વસ્તુઓના ઉત્પાદકો ઉપર નાખવામાં આવેલા જી.એસ.ટી. ચાર્જ સામે આજે ઉપલેટા માર્કેટીંગ યાર્ડ વેપારીઓ દ્વારા અપાયેલા બંધના એલાનને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. યાર્ડના વેપારી દ્વારા આજે સંપૂર્ણ કામગીરી બંધ રાખી હતી. યાર્ડના વેપારીઓ રોષપૂર્વક જણાવેલ કે અમો કોઈ વસ્તુને ઉત્પાદન કરતા નથી માત્ર દલાલી કરી ખેડુતોનો માલ યાર્ડ મારફત ખરીદી કરી છીએ છતા સરકારે જીએસટીનો કાયદો યાર્ડના વેપારીઓ ઉપર થોકી બેસાડતા તેનો સંપૂર્ણ વિરોધ કરીએ છીએ. સરકારે આ કાયદામાંથી યાર્ડના વેપારીઓને બાકાત રાખવા માંગણી કરીએ છીએ.