ધ્રાંગધ્રા સહીત રાજયમા ચાલતા દારુના વેપારથી આજનુ યુવાધન બબાદીના પંથે જતું દેખાય છે. તેવામાં રાજયના ઠાકોર સેના દ્વારા વ્યસન મુકિત અભ્યિાનને લઇને ઠાકોર સમાજ દારુની બંદી દુર કરવા છેલ્લા બે વર્ષથી લડત ચલાવી રહ્યું છે છતાં હજુ ગાંધીના ગુજરાતમાં દારુનુ વેચાણ યથાવત રહેલું છે ત્યારે ધ્રાંગધ્રા પંથકમાં પણ દેશીદારુના ખુલ્લેઆમ ચાલતા હાટડાઓ પાછલ પોલીસ તંત્રની બેદરકારી હોવાનો ખુલાસો ઠાકોર સેના દ્વારા કરાયો છે. ધ્રાંગધ્રા ઠાકોર સેના દ્વારા સમગ્ર પંથકમાં ચાલતા ખુલ્લેઆમ દેશીદારુના અડ્ડાઓ બંધ કરાવવા ૪૮ કલાકનું અલ્ટીમેટલ અપાયું છે.
જેમાં ઠાકોર સેનાના પ્રમુખ ચકુજી દ્વારા જણાવાયું હતું કે ધ્રાંગધ્રાના રાજપર, કુડા, નિમકનગર સહીતના કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર દેશીદારુ અને ભઠ્ઠીઓ ચાલે છે જેની જાણ તાલુકા પોલીસને પણ છે છતાં તાલુકા પોલીસ દ્વારા કોઇપણ જાતની કાર્યવાહી કરાતી નથી જયારે ઠાકોર સેના દ્વારા તાલુકા પોલીસ પર દેશીદારુના વેચાણ બદલે માસીક હપ્તો લેવાનો આક્ષેપ પણ કરાયો છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના હેડકોન્સ્ટેબલ તાલુકા પોલીસ સ્ટેશનના વહીવટદાર તરીકે તમામ દેશીદારુના વેપારીઓ પાસે માસીક હપ્તો લેતા હોવાનો આક્ષેપ કરાયો હતો.
જયારે ધ્રાંગધ્રા પંથકમાં ચાલતા તમામ દેશીદારુના અડ્ડાઓ તથા ભઠ્ઠીઓને બંધ કરાવવા માટે ઠાકોર સેના દ્વારા આવતા ૪૮ કલાકનો સમય તંત્રના અધિકારીઓને આપ્યો છે. જે સમય જતા ઠાકોર સેના પોતે જ જનતા રેઇડ કરશે અને ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનના વહીવટદાર તરીકે દારુના હપ્તા લેનારા પોલીસ કર્મીઓના પ્રુફ સાથે નામ જાહેર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com