ભારત દ્વારા બનાવાયેલું વજનમાં હલકુ અને વાયુસેનામાં અનેક ભૂમિકાઓ ભજવવામાં સક્ષમ ‘તેજસ’ટુંક સમયમાં ઉડાન ભરશે

સ્વદેશી રૂપે વિકસીત કરાયેલું અને સુપર સોનીક એરક્રાફટ ‘તેજસ’બધા પરીક્ષણો બાદ ઉડાન માટે તૈયાર છે. લાઇટ ડોમ્બેટ એયર ક્રાફટ (એલસીએ)નું આખી પરીક્ષણ કરાશે.

આ અંગે વધુ જણાવતા ડીઆરડીઓના અઘ્યક્ષ જી. સતીશ રેડ્ડીએ એન રેડીયો ઇન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે એલસીએ ‘તેજસ’ અને એયરબોર્ન અર્લી વાર્નિગ એક કંટ્રોલ સિસ્ટમ (એઇડબ્લ્યુ એન્ડ સીએસ) બધા પરીક્ષણોમાંથી પસાર થઇ ગયા બાદ તેના અંતિમ ચરણોમાં છે.

વધુમાં તેમણે જણાવ્યું કે રક્ષામાં અનુસંધાન કાર્યને વધારવા માટે ૧૦ વર્ષની સાથે ૧૯૫૮ માં ૬૦ વર્ષ પહેલા રાજયમાં રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન ની સ્થાપના કરવામાં આવી હતી. જો કે દેશ મિસાઇલો, રડાર, સોનાર, ટોરપીડો અને અન્ય પ્રણાલીઓમાં આત્મનિર્ભર છે. પરંતુ ડીઆરડીઓ સશસ્ત્ર દળ માટે  અત્યાધુનિક હથિયાર પ્રણાલી વિકસાવવા વર્ષોથી કામ કરી રહ્યું છે.

ડીઆરડીઓની વિમાનીક વિકાસ એજન્સી (એડીએ) દ્વારા ડિઝાઇન અને વિકસીત તેમજ રાજય દ્વારા સંચાલીત રક્ષા મેયરોસ્પેસમાં મુખ્ય એવા હિન્દુસ્તાન એરોન્યુરીકલ લિમીટેડ દ્વારા તૈયાર કરાયેલા ‘તેજસ’ ભારતીય વાયુ સેનામાં સામેલ થનાર સુપર સોનિક ચોથી પેઢીનું લડાકુ વિમાન છે અને તે ભારતીય નૈસેનામાં સામેલ થવા તૈયાર છે.

મહત્વનું છે કે પોતાના હથિયાર બંધ સંસ્કરણ માટે છેલ્લા કેટલાક સમયથી વિલંબીત થતી પરિચાલન મંજુરી (એફઓસી) આઇએએફને પહેલી જુલાઇએ ૪પ સ્કોર્ડને આઇએએફ ફલાઇંગ ડેગર્સ અને અન્ય બે એરક્રાફટ સાથે જોડાણ કર્યુ

ઉલ્લેખનીય છે કે ડીઆરડીઓ એરબસ પ્લેટ ફોર્મ પર છ નવી પેઢી માટે એઇડબ્લ્યુ એન્ડ સીએસનું નિર્માણ કરી રહ્યું છે. જેથી ભારતીય વાયુસેના માટે લાંબા અંતરે પણ દેખરેખ રાખી શકાય.

પ્લેટ ફોર્મમાં ૩૦૦ કી.મી. લાંબાી સીમા અને ૧૬૦ ડીગ્રીના દ્રષ્ટિકોણ સાથે ર૦૦ કી.મી. ની સીમા અને એઇડબ્લ્યુ એન્ડ સીએસની ર૪૦ ડીગ્રીના એન્ગલ બરાબર છે. જે અગાઉ ભારતીય વાયુસેના માટે બ્રાજીલીયાઇ એન્ગ્રેયર ૧૪પ સંશોધીત જેટ પર બનાવવામાં આવ્યું હતું.

લગભગ પ૦૦૦ વૈજ્ઞાનિકો અને રપ હજાર સહાયક કર્મચારીઓની સાથે ભીમોથ્ર મિસાઇલ આયુધ એલસીએ, રડાર અને ઇલેકટ્રોનીક યુઘ્ધ  પ્રણાલી વિકસાવવા માટે મહત્વની યોજનાઓને અંજામ આપી રહ્યું છે.

મહત્વનું છે કે તાજેતરમાં પ૦ થી વધુ પ્રયોગશાળાઓ એરોનિકસ, આર્મામેહસ, ઇલેકટ્રોનીકસ, કોમ્બેટ, વ્હીકલ, ઇન્જીનીયરીંગ સિસ્ટમ, ઇસ્ટુમેટેશન મિસાઇલ એડવાન્સ કમ્યુટરિંગ અને સિમુલેશનને કવર કરનારી રક્ષા ટેકનીકને વિકસીત કરાઇ રહી છે.

‘તેજસ’ ભારત દ્વારા  બનાવાયેલું વજનમાં ખુબ જ હલકુ અને અનેક ભુમિકાઓ નિભાવવામાં સક્ષમ યુઘ્ધ વિમાન છે. જેેણે પ્રથમ ઉડાન ૪ જાન્યુ. ૨૦૦૧ માં ભરી હતી અને વધુ પરીક્ષણો બાદ હવે તે લડાકુ વિમાન તરીકેના આખરી પરીક્ષણમાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.