બાબરાના થોરખાળા ગામે રહેતા અને ખેતીકામ કરતા યુવકે તેની પત્નીના ત્રાસથી કંટાળી આજરોજ આજી ડેમ ગાર્ડન ખાતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવકે દવા ગટગટાવી તેના ભાઇને ફોન કરી કહેલું કે ‘હવે મારી રાહ નો જોતા મેં ઝેર પી લીધું છે’ તેવું કહેતા તેનો ભાઇ આજી ડેમ ખાતે દોડી આવી તેને સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બાબરા પંથકમાં રહેતો મોહીત મનસુખ રાંક નામનો પટેલ યુવાનના લોકડાઉન સમયમાં મીનાક્ષી નામની બ્ર્રાહ્મણ યુવતિ સાથે લગ્ન થયા હતા. લગ્નના બે મહીના બાદ જ ઉલટી ગંગા વહે તેમ પત્નીએ પતિ પર ત્રાસ ચાલુ કર્યો હતો. અને અવાર નવાર પૈસા માંગી અને ધમકી આપતી હતી ને બાદ રીસામણે ચાલી ગઇ હતી. ત્યાં જઇ મહીલા પોલીસમાં પતિ વિરુઘ્ધ ફરીયાદ નોધાવી હતી. કે તેના પર ત્રાસ ગુજારે છે તેથી મહીલા પોલીસ મોહીતને બોલાવી પુછતાછ કરતી હતી તે પત્નીના પરિવારજનોએ પતિ મોહીત પાસે કેસ પૂરો કરવા માટે રૂ. 1પ લાખની માંગણી કરી જે તેની પાસે પૈસા ન હોવાથી આજરોજ બપોરના સમયે આજી ડેમ ગાર્ડન ખાતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
મોહીતના ભાઇ દિનેશ રાંક ના જણાવ્યા મુજબ મોહીત ખેતી કામકરતો હતો અને ચોટીલા પાસે મહંતના આશ્રમમાં પુજા પાઠ અને કામ કરતો હતો. મોહીતના લગ્ન સૌં પ્રથમ લોધીકા પંથકમાં રહેતી છોકરી સાથે હતા. સાથે મનદુ:ખ થતાં તેમણે રાજીખુશી છુટાછેડા પણ કરી લીધા હતા. બાદ ચોટીલા આશ્રમના મહંતે તેને ઘંટેશ્ર્વરમાં રહેતી મીનાક્ષી નામની મંદીરમાં જે લગ્ન કરાવી આપ્યા હતા લગ્નના બે મહીના બાદ મીનાક્ષીને મોહીત પર ત્રાસ ગુજારવા લાગી હતી અને તેના માતા-પિતા પાસે જતી રહી હતી તેમના પરિવાર દ્વારા મહીલા પોલીસમાં મોહીત પર ફરીયાદ નોંધાવામાં આવી હતી કે તે તેની પત્ની મીનાક્ષી પર ત્રાસ ગુજાર્રે છે જેથી મહીલા પોલીસ દ્વારા પતિ મોહીતની પુછતાછ કરવા માટે બોલાવતા હતા બાદ પત્નિ મીનાક્ષીદ્વારા કેસ પતાવા માટે મોહીત પાસેથી રૂ. 1પ લાખની માંગણી કરી હતી મોહીત પાસે પૈસા ન હોવાથી તેણે આજરોજ આજી ડેમ ગાર્ડન ખાતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે.
મોહીત બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો ને ખેતી કામ કરતો હતો પ્રથમ લગ્નમાં છુટાછેડા થઇ જતાં બીજા મીનાક્ષી સાથે થયા હતા.