ટ્રાયસિકલ, હાર્મોનિયમ, મોચીકામ કિટ, સિવણ મશીન, વ્હીલચેર વગેરેનું વિતરણ.

સિઘ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ-ઉપલેટા દ્વારા સમાજ સુરક્ષા વિભાગના સહયોગથી તાજેતરમાં જીલ્લાનાં ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા, જેતપુર તાલુકાના દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન સહાય વિતરણ કેમ્પ ભવ્ય

રીતે યોજાયેલ હતો. જેમાં ટ્રાયસિકલ, વ્હીલચેર, સીવણ મશીન, સાયકલ, લેડીઝ સાયકલ, હાર્મોનિયમ, મોચીકામ કીટ, બ્યુટી પાર્લર કીટ, એમ.આર.કીટ

જેવા ૮૭ ઉપકરણોનું વિતરણ કરવામાં આવેલ. સાથે સાથે ૫૨ દિવ્યાંગોને વિનામુલ્યે એસ. ટી. પાસનું વિતરણ કરવામાં આવેલ જેમાં ૫૧ દીવ્યાંગોને પાસ વિતરણ કરવામાં આવેલ.

આ તકે ગુજરાત સરકારના મંત્રી જયેશભાઈ રાદડીયા, સંત ત્યાગવલ્લભસ્વામી, ગુજરાત ભાજપના પ્રવકતા ભરતભાઈ પંડયા, ડેપ્યુટી કલેકટર તુષારભાઈ જોષી, નગરપાલિકા પ્રમુખ રાણીબેન દાનભાઈ ચંદ્રવાડીયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયા, અગ્રણી બિલ્ડર ધરણાતભાઈ સુવા, માધવજીભાઈ ઠુંમર, રાજાભાઈ સુવા, વલ્લભભાઈ સખીયા ઉપસ્થિત રહેલ.

આ તકે સંતશ્રી ત્યાગ વલ્લભ સ્વામીજીએ આર્શીવચનમાં જણાવેલ કે આ ટ્રસ્ટ દ્વારા થતી સેવાકીય પ્રવૃતિઓ ખુબ જ પ્રશંસાને પાત્ર છે. કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા તથા ગુજરાત ભાજપનાં પ્રવકતા ભરતભાઈ પંડયાએ પણ આ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિને બિરદાવેલ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ જગદીશભાઈ પૈડા, સતીષભાઈ સોજીત્રા, ડો.રાજેશભાઈ ત્રિવેદી, મનુભાઈ બારોટ, ભગવાનદાસભાઈ નિરંજની, ભાવેશભાઈ બારૈયા, જગદીશભાઈ સોલંકી, વિજયભાઈ સોલંકી, કિરીટભાઈ પાદરીયા, અમિતભાઈ બારૈયા વગેરેએ જહેમત ઉઠાવેલ. જયારે મયુરભાઈ સુવા, વિક્રમસિંહ સોલંકી, નારણભાઈ રબારી, હરીભાઈ ઠુંમર, હરસુખભાઈ સોજીત્રા, ભારતીબેન બાબરિયા, રણુભા જાડેજા, કારાભાઈ સુવા વગેરે ઉપસ્થિત રહેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.