કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા, પૂર્વ મંત્રી જશુબેન કોરાટ, ભરતભાઈ બોઘરા, ડી.કે.સખીયા સહિતના મહાનુભાવો હાજર રહ્યાં
ઉપલેટા નગરપાલિકા હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની સાત શાળાઓનો સાતમો વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. તેમાં સાત શાળાના તેજસ્વી બાળકોને ૬ લાખના ઈનામો રાજયમંત્રી સહિતના હસ્તે આપવામાં આવેલ હતા.
શહેરની સાત પ્રાથમિક શાળાનો સાતમાં વાર્ષિક ઉત્સવ શહેરની ક્ધયા શાળાના ગ્રાઉન્ડમાં યોજાયો હતો. જેના અધ્યક્ષ સ્થાને રાજયના મંત્રી જયેશભાઈ રાદડીયા ઉપસ્થિત રહી સમારોહનું ઉદ્ઘાટન રાજય જળ સંચય યોજનાના ચેરમેન ભરતભાઈ બોઘરાના હસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકેલ હતો.
આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી જસુબેન કોરાટ, પૂર્વ સાંસદ સભ્ય હરિભાઈ પટેલ, ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા, પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, જિલ્લા ભાજપના મહામંત્રી ભાનુભાઈ મહેતા, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રસીલાબેન સોજીત્રા, જિલ્લા બેન્કના ડીરેકટર હરિભાઈ ઠુંમર, યાર્ડના ચેરમેન માધવજીભાઈ પટેલ, પાલિકા પ્રમુખ રાણીબેન ચંદ્રવાડિયા, ઉપપ્રમુખ ધવલભાઈ માકડીયા, કારોબારીના ચેરમેન હરસુખભાઈ સોજીત્રા, નિતીનભાઈ અઘેરા, અમિતભાઈ શેઠ સહિતના હસ્તે ૭ પ્રાથમિક શાળાના તેજસ્વી તારલાઓને ૬ લાખ રૂપિયાના ઈનામોમાં સાયકલ, સ્કૂલબેગ, લંચબોક્ષ, ટિફિન, ખુરસી તેમજ વિવિધ રમત ગમતના સાધનો આપી પ્રોત્સાહિત કરેલ હતા.
આ કાર્યક્રમમાં શહેરના દાતાઓ ગોવિંદભાઈ સવા પરિવાર, ધરણાંતભાઈ સુવા, માધવભાઈ ધોળકીયા, બોલાજી ગેસ્ટ હાઉસ વાળા, અશ્વિનભાઈ માકડીયા, નરેશભાઈ લકકડ, મનોજભાઈ નંદાણીયા, પરેશભાઈ ઉસદડીયા, હકુભા વાળા, ભાયાભાઈ વસરા, પ્રો.વી.બી.નંદાણીયા, મિતેશભાઈ અમૃતિયા, અલ્પેશભાઈ વોરા, હરિશભાઈ ડેર, કમલેશભાઈ ચંદ્રવાડિયા, રણુભા જાડેજા, ડો.બ્રિજેશભાઈ માંડિયા, મેહુલભાઈ ચંદ્રવાડિયા, જીજ્ઞેશભાઈ ડેર, મુકેશભાઈ ગજજર, અશોકભાઈ શેઠ, જગદીશભાઈ ગણાત્રા, બાબુભાઈ રાઠોડ, રાજાભાઈ સુવા, મજબુતભાઈ હુંબલ, આર.સી.પટેલ, રાજશીભાઈ હુંબલ સહિતના દાતાઓના સહકારથી બાળકોને ઈનામો અપાયા હતા.
આ કાર્યક્રમને સ્વાગત પ્રવચન નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયાએ કર્યું હતું. તેમજ આભારવિધિ કેળવણીકાર જીતુભાઈ વસરા દ્વારા કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા પાલિકા પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા, સ્કુલ બોર્ડના નિકુલભાઈ ચંદ્રવાડિયા, વાઈસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, ચીફ ઓફિસર આર.સી.દવે, સારાના અધિકારી ડી.કે.પરમાર, નગર પ્રા.શિક્ષણ સંઘના પ્રમુખ ભાવેશભાઈ સુવાની આગેવાની નીચે પ્રાથમિક શાળાના શિક્ષકો, શિક્ષણ સમિતિના સભ્યો, નગરપાલિકાના સભ્યોએ જહેમત ઉઠાવેલ હતી.