પાણી સરકારના આ નિર્ણયથી અબર્ન લેન્ડ સિલીંગ એક્ટ અંતર્ગત વધુ પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે
રાજ્ય સરકારે તાજેતરમાં શહેરી જમીન ટોચમર્યાદા ધારા લેન્ડ સીલીંગ એક્ટ) હેઠળ શહેરી વિસ્તારોમાં રહેણાંકના કબજા સો સરકાર યેલી જમીનો ઉપર ગેર-કાયદેસર કબજો ધરાવતાં કબજાદારોને તેમના રહેણાંકના મકાન-જમીનનો ભોગવટો કાયદેસર (નિયમિત) કરી આપવા અંગે નિર્ણય લીધો હતો હવે, સરકારે તેમને મળેલા સૂચનોને આધારે આવી ભરવાપત્ર રકમ બે હપતા (બે મહિના)માં ભરવા અંગેની છૂટછાટ આપવાનું નક્કી કર્યુ છે.જે તે સમયે શહેરી ટોચમર્યાદા ધારો અમલમાં આવ્યા બાદ શહેરી વિસ્તારોમાં આ કાયદા હેઠળ ફાજલ પડેલી જમીનો સરકાર હસ્તક લઈ લેવાઈ હતી પરંતુ સમય જતાં તેની જાળવી શક્ય ન બનતાં તેના ઉપર ગેરકાયદેસર રીતે રહેણાંકના મકાનો બની ગયા હતા અને પછીી તેના કબજા-હક્ક બદલાતા ગયા હતા હવે, આવી જમીનો ઉપર બંધાયેલા મકાનો ગેરકાયદે (અનિયમિત) હોવાી ર્આત તે મકાન કે જમીનની માલિકી જે તે કબજાની ન હોવાી તેમને તે મકાનના દસ્તાવેજો કે લોન સહિતના અન્ય કોઈ કાયદેસરના લાભો મળતા ન હતા. જેને તોડી નાંખવા પણ સરકાર અને સમાજના હિતમાં ન હોવાી સરકારે આવા કબજા હેઠળના મકાનો અમુક નિયમ મુજબની રકમ લઈને નિયમિત કે કાયદેસર કરી આપવા તાજેતરમાં નિર્ણયકર્યો હતો.
જેના અનુસંધાને સરકારે બે મહિનામાં બે હપતામાં ભરવા અંગેની સવલત ઊભી કરી આપી છે. સરકારના કહેવા મુજબ અત્યાર સુધીમાં ૨૫ હજારી વધુ પરિવારો આ યોજનાનો લાભ લઈને પોતાના કબજા હેઠળના મકાનોને નિયમિત કરાવવા માટે આગળ આવ્યા છે અને હવે, સરકારે બે હપતામાં રકમની ચૂકવણીની છૂટ આપતાં વધુ પરિવારો તેનો લાભ લઈને પોતાના કબજા હેઠળના મકાનોને પોતાની માલિકીના મકાનમાં ફેરવવા તૈયાર શે. આવી રકમ ભરાયા બાદ તરત જ તેમને સરકાર તરફી તેમને તબક્કાવાર સનદો આપી દેવાશે.